<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

અમેરિકાનું મન મેલુ છે: ઈરાનનો અમેરિકા સાથે આગળ કોઈ વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર: અમેરિકાને મંત્રણામાંથી ભાગી છૂટવા બહાનું જોઈતું હતું': અમેરિકી પ્રતિનિધિમંડળ વાટાઘાટોમાં ક્યારેય ગંભીર નહોતું

ઈરાની મીડિયાનો સનસનીખેજ દાવો: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ પડી ભાંગી છે: હવે બંને દેશો વચ્ચે કોઈ વધુ મંત્રણા કરવામાં આવશે નહીં

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મોટી તિરાડ પડી છે. ઈરાની મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે અમેરિકા સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની શાંતિ વાટાઘાટો કરવાનો ઈરાનનો કોઈ ઈરાદો નથી. 

 

ઈરાને અમેરિકા પર ગંભીર આક્ષેપો લગાવતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી પ્રતિનિધિમંડળ વાટાઘાટોમાં ક્યારેય ગંભીર નહોતું અને તેમને માત્ર મંત્રણા અધવચ્ચેથી છોડી દેવા માટે એક બહાનાની તલાશ હતી. 

 

આ ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ ઘેરો બનવાની શક્યતા છે. શાંતિ કરાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

 

ઈરાનના આ કડક વલણ બાદ મંત્રણાઓ સત્તાવાર રીતે નિષ્ફળ ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.

(10:55 AM IST)