તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 16th November 2026
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરાવવા અમેરિકાની નવી મથામણ: સાડા ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના વિનાશક યુદ્ધનો અંત લાવવા અમેરિકા સક્રિય : બંને દેશોને સ્વીકાર્ય હોય તેવા શાંતિ કરાર માટે વોશિંગ્ટનના પ્રયાસો તેજ, મહત્વના મુદ્દે મતભેદ યથાવત્
અબુધાબીમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો : યુદ્ધકેદીઓની આપલે અંગે પ્રગતિ : સરહદ અને સુરક્ષાની ખાતરીનો પ્રશ્ન હજુ વણઉકેલ્યો

વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી ૨૦૨૨થી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર રાજદ્વારી પ્રયાસો આગળ ધપાવી રહ્યું છે. અમેરિકાનો હેતુ બંને દેશોને સ્વીકાર્ય અને લાંબા ગાળે ટકી શકે તેવો શાંતિ કરાર કરાવવાનો છે.
અમેરિકાની મધ્યસ્થી હેઠળ ૧૦ અને ૧૧ નવેમ્બરે અબુધાબીમાં રશિયા તથા યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે નવ મહિનાના વિરામ બાદ સીધી વાટાઘાટો થઈ હતી. અમેરિકાના પ્રતિનિધિ જેરેડ કુશનરે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના કેટલાક મતભેદો ઘટ્યા છે અને બાકી રહેલા પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો ચાલુ છે.
વાટાઘાટોમાં યુદ્ધકેદીઓની મોટા પાયે આપલે અંગે સૈદ્ધાંતિક પ્રગતિ થઈ છે. પરંતુ રશિયાના કબજા હેઠળના યુક્રેનના વિસ્તારો, યુદ્ધવિરામની શરતો અને ભવિષ્યની સુરક્ષાની ખાતરી બાબતે ગંભીર મતભેદો યથાવત્ છે.
યુક્રેન પોતાની સાર્વભૌમસત્તા અને સુરક્ષાની ખાતરી ઉપર ભાર મૂકી રહ્યું છે, જ્યારે રશિયા પ્રદેશો અંગેની પોતાની માગણીઓ ઉપર અડગ છે. અમેરિકાએ પ્રયાસો ચાલુ રાખ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ અંતિમ શાંતિ કરાર થયો નથી.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
