તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ઈરાન યુદ્ધની શાંતિ મંત્રણાઓ વચ્ચે અમેરિકાનું નવું પગલું: ક્યુબામાં લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ
પેન્ટાગોન ક્યુબામાં સંભવિત ઓપરેશન માટે સજ્જ: ડોનાલ્ડ જે. ટ્રમ્પના આદેશની રાહ

ઈરાન સાથેના તાજેતરના યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ મંત્રણા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ પેન્ટાગોન દ્વારા ક્યુબામાં લશ્કરી હસ્તક્ષેપની ગુપ્ત તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
યુએસએ ટુડેના અહેવાલ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન દ્વારા ક્યુબામાં સંભવિત સૈન્ય ઓપરેશન માટેની યોજનાઓ ગુપ્ત રીતે વેગવંતી બનાવવામાં આવી રહી છે. હાલમાં એક તરફ ઈરાન યુદ્ધને લઈને શાંતિ વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકન લશ્કર ક્યુબા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા ક્યુબામાં લશ્કરી હસ્તક્ષેપ કરવાનો કોઈ પણ આદેશ આપવામાં આવે, તો તેને તાત્કાલિક પહોંચી વળવા માટે આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બાબતથી પરિચિત સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સૈન્ય આયોજન પહેલેથી જ સક્રિયપણે શરૂ થઈ ગયું છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
