હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીનમાં વધતી બેરોજગારી વચ્ચે યુવાનોનો ચોંકાવનારો નવો ટ્રેન્ડ: પરિવાર અને સમાજથી બેરોજગારી છુપાવવા દરરોજ સવારે ટિફિન-ઓફિસ બેગ લઈને કામ પર જવાનું કરે છે નાટક!
લાઇબ્રેરીઓ, કાફે અને પાર્કમાં આખો દિવસ વિતાવી સાંજે ઘરે પરત ફરતા યુવાનો; AI-છટણી, આર્થિક મંદી અને સામાજિક દબાણને કારણે સોશિયલ મીડિયા પર ફેક વર્ક કલ્ચરના વીડિયો થયા સુપર વાયરલ.

બેઇજિંગ : વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા ચીનમાં અત્યારે એક અત્યંત ચોંકાવનારો અને માનસિક તણાવથી ભરેલો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. દેશમાં બેરોજગારી અને આર્થિક મંદીના વાદળો વચ્ચે લાખો યુવાનો નોકરી ગુમાવી ચૂક્યા હોવા છતાં દરરોજ સવારે તૈયાર થઈને ટિફિન અને બેગ સાથે ઘરેથી નીકળે છે, જાણે કે તેઓ ઓફિસ જઈ રહ્યા હોય! વાસ્તવમાં આ યુવાનો પાસે કોઈ નોકરી કે ઓફિસ નથી. તેઓ પોતાના માતાપિતા, સગા-સંબંધીઓ અને સમાજની શરમથી બચવા તેમજ માનસિક તણાવ ટાળવા માટે આખો દિવસ લાઇબ્રેરી, પબ્લિક પાર્ક, કાફે કે શોપિંગ મોલમાં વિતાવે છે અને સાંજે સમયસર ઘરે પરત ફરે છે.
ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડુયિન, રેડનોટ અને વેઇબો પર આ 'ફેક કમ્યુટ' અથવા 'નકલી ઓફિસ રાઉન્ડ'ના કિસ્સાઓ છવાઈ ગયા છે, જેને કરોડો લોકો જોઈ રહ્યા છે. આ ટ્રેન્ડ પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના કારણે થયેલી છટણી, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી અને કમ્બાઈન્ડ વર્ક પ્રેસર મુખ્ય કારણો છે. ૩૨ વર્ષીય કોકો લી અને ૩૬ વર્ષીય વિઝ્યુઅલ ઈફેક્ટ્સ એક્સપર્ટ ઝાંગ જેવા અનેક યુવાનોએ પોતાના દર્દનાક અનુભવો શેર કરતા જણાવ્યું છે કે, માતાપિતાની અપેક્ષાઓ અને સતત પૂછાતા પ્રશ્નોના ડરથી તેઓ પોતાની બેરોજગારી છુપાવવા મજબૂર બન્યા છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ચીનની લાઇબ્રેરીઓ સવારથી જ બેરોજગાર યુવાનોથી ભરાઈ જાય છે, જ્યાં તેઓ લેપટોપ ખોલીને કાં તો નોકરી માટે અરજીઓ કરતા હોય છે અથવા સમય પસાર કરતા હોય છે. ચીની સમાજમાં નોકરીને સફળતા અને પરિવારની સિક્યોરિટી સાથે જોડવામાં આવે છે, જેના કારણે નોકરી ગુમાવ્યા બાદ યુવાનો પર ભારે આર્થિક અને સામાજિક બોજ આવી પડે છે. આ ટ્રેન્ડે ચીનના યુવા વર્ગમાં વધી રહેલી નિરાશા અને માનસિક સ્વાસ્થ્યના ગંભીર પ્રશ્નો પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
