<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અમિતભાઈ શાહની ગેરંટી ભારત ટેક્‍સી ક્‍યારેય વાહનચાલકોનું શોષણ નહીં કરે

સહકારથી સમૃદ્ધિના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરી

 

અમદાવાદ,તા.૨૭: સહકારથી સમૃદ્ધિના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરી છે. દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિગ સેવા Bharat Taxi નું અમિતભાઈ શાહના હસ્‍તે ભવ્‍ય લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત  રહ્યા હતા.

કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, 'ભારત ટેક્‍સી' એ દેશના ઇતિહાસમાં એક મોટી ક્રાંતિ છે, કારણ કે ભારતના ઝડપી વિકાસ સાથે ટેક્‍સીની જરૂરિયાત પણ સતત વધી છે. સામાન્‍ય રીતે ટેક્‍સી શબ્‍દ સાંભળતા જ ફોર-વ્‍હીલર યાદ આવે છે, પરંતુ હવે ટુ-વ્‍હીલર વાહનો અને ગુજરાતના વાહન વ્‍યવહારનો પ્રાણ ગણાતી રિક્ષાઓ પણ ટેક્‍સીનો જ એક મહત્‍વનો ભાગ બની ગઈ છે.

તેમણે જણાવ્‍યું હતું કે, ટેક્‍સી ક્ષેત્રે અત્‍યાર સુધી કાર્યરત ખાનગી કંપનીઓએ પોતાની ઓનલાઈન એપ બનાવીને ડ્રાઇવરોનું મોટા પાયે આર્થિક શોષણ કર્યું હતું. આ કંપનીઓની જોહુકમી અને ડ્રાઇવરોના શોષણ અંગેની અસંખ્‍ય ફરિયાદો સતત સરકાર સુધી પહોંચી રહી હતી. આ ગંભીર સમસ્‍યાના કાયમી ઉકેલ તરીકે સરકારને વિચાર આવ્‍યો કે સહકારના મધ્‍યમથી એક એવી સેવા શરૂ કરવામાં આવે જે ડ્રાઇવરોને આ શોષણમાંથી મુક્‍તિ અપાવે. આ વિચારના પરિણામે જ 'ભારત ટેક્‍સી' (સહકાર ટેક્‍સી) નું મોડલ તૈયાર કરવામાં આવ્‍યું છે, જે ખાનગી કંપનીઓની દાદાગીરી અને મોનોપોલીનો કાયમી અંત લાવશે.

આ સેવાની મુખ્‍ય વિશેષતા સ્‍પષ્ટ કરતા તેમણે ઉમેર્યું કે, સામાન્‍ય રીતે ટેક્‍સી શબ્‍દ સાંભળતા જ લોકોના મગજમાં ફોર-વ્‍હીલર ગાડીઓ જ યાદ આવે છે, પરંતુ આ સેવા અંતર્ગત હવે ટુ-વ્‍હીલર વાહનો અને ગુજરાતના જાહેર પરિવહનનો ખરો પ્રાણ ગણાતી ઓટો રિક્ષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. ખાનગી ઓનલાઇન કંપનીઓ આ વાહન ચાલકોને માત્ર એક સામાન્‍ય ડ્રાઇવર તરીકે જુએ છે અને તેમનો નફો કમાય છે, જ્‍યારે અમારો સહકાર વિભાગ તેમને આદરપૂર્વક 'સારથી' ગણીને સન્‍માન આપે છે. આ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્રાંતિ છે, જે 'મૂડી નહીં પણ માનવી'ના કલ્‍યાણના સિદ્ધાંત પર કામ કરીને ગરીબ અને મધ્‍યમવર્ગના વાહનચાલકોને આર્થિક રીતે સશક્‍ત અને આત્‍મનિર્ભર બનાવશે.

તેઓ દેશભરના વાહનચાલકો અને ગ્રાહકો સમક્ષ આ પ્‍લેટફોર્મની વિશ્વસનીયતા મૂકતા ગર્વભેર જણાવે છે કે, આ સેવા કોઈ ખાનગી કંપનીના નફા માટે નહીં પણ સહકારી મોડલ પર સામાન્‍ય માણસના કલ્‍યાણ માટે બની છે. આથી જ, ખાનગી ઓનલાઇન કંપનીઓની દાદાગીરી સામે ગરીબ અને મધ્‍યમવર્ગના રિક્ષા તેમજ ટેક્‍સી ચાલકોને રક્ષણ આપવાની ખાતરી આપતા તેઓ મંચ પરથી જાહેરમાં મક્કમતાપૂર્વક કહે છે કે, હું ગેરંટી આપું છું કે Bharat Taxi ક્‍યારેય શોષણ નહીં કરે.(૪૦.૩૨)

(2:43 PM IST)