<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

અમિતભાઈ શાહ આજે પોતાનો ૬૨મો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે

દેશની આંતરિક સુરક્ષાને સુદ્રઢ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા અને સહકારિતા ક્ષેત્રને નવી ઊંચાઈ આપનારા કેન્‍દ્રીય મંત્રી : જન્‍મદિવસે દેશભરમાંથી શુભેચ્‍છાઓનો વરસાદ, PM મોદીથી લઈને CM-DYCM સહિતના દિગ્‍ગજોએ શું કહ્યું?

નવી દિલ્‍હી તા.૨૨: દેશની આંતરિક સુરક્ષાને સુદ્રઢ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા અને સહકારિતા ક્ષેત્રને નવી ઊંચાઈ આપનારા કેન્‍દ્રીય મંત્રી અમિતભાઈ શાહ આજે પોતાનો ૬૨મો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે. બૂથ સ્‍તરના કાર્યકરથી માંડીને દેશના બીજા સૌથી પ્રભાવશાળી રાજનેતા તરીકે ઉભરી આવેલી તેમની રાજકીય સફર અદભુત કાર્યક્ષમતા અને અડગ નિર્ણાયકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણેથી શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે, દેશ પ્રત્‍યે સેવાકીય ભાવના ધરાવતા અમિતભાઈ શાહને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ..

પીએમ મોદીએ અમિતભાઈ શાહને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર પોસ્‍ટ કરીને તેમની રાજકીય ચતુરાઈ અને સમજણની પ્રશંસા કરી છે. વડાપ્રધાને ડ્રગ્‍સ મુક્‍ત અભિયાનનો ઉલ્‍લેખ કરીને અમિતભાઈ શાહની સફળતાઓને બિરદાવી છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને શુભેચ્‍છા પઠવતી પોસ્‍ટ લખી, જેમાં કેન્‍દ્રીય ગૃહમંત્રીની રાષ્ટ્રસેવાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી.લખ્‍યું કે, ઝીરો ટોલરન્‍સ નીતિથી કાયદો અને વ્‍યવસ્‍થા મજબૂત બન્‍યા, અડગ નેતૃત્‍વ અને સંગઠન કૌશલ્‍ય દેશ માટે આધારસ્‍તંભ બન્‍યા. સાથે જ તેમણે સોમનાથ મહાદેવ અમિતભાઈને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ઘાયુ આપે તેવી મુખ્‍યમંત્રીએ કામના કરી.

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ DyCM હર્ષભાઈ સંઘવી કેન્‍દ્રીય ગૃહમંત્રીના જન્‍મદિવસ પર DyCM હર્ષભાઈ સંઘવીએ પણ શુભેચ્‍છા પાઠવી. સોશિયલ મીડિયામાં પોસ્‍ટ કરીને અમિતભાઈ શાહના ડ્રગ્‍સમુક્‍ત ભારતના નિર્માણના સંકલ્‍પને બિરદાવ્‍યો. દેશની આંતરિક સુરક્ષા અને એકતા જાળવવા બદલ વખાણ કર્યા. રાષ્ટ્રહિતમાં તેમના નેતૃત્‍વ અને દ્રઢ નિヘયને પ્રેરણારૂપ ગણાવ્‍યા.

કથાકાર મોરારી બાપુએ અમિતભાઈ શાહને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી છે. રાષ્ટ્રસેવા માટે તેમના સ્‍વસ્‍થ આરોગ્‍યની કામના પણ કરી છે.

(10:33 AM IST)