હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘વોટ ચોરી’ અને SIR મુદ્દે અમિતભાઈ શાહનો વિપક્ષ પર પ્રહાર: રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને આપ્યો સંસદના વિશેષ સત્રમાં ચર્ચા કરવાનો પડકાર
"સરકાર પાસે છુપાવવા જેવું કશું જ નથી, રસ્તા પર હંગામો કરવાને બદલે વિપક્ષ ગૃહમાં ચર્ચા કરે": લખનૌમાં ભાજપ કારોબારી બેઠકમાં ગૃહમંત્રીનો કટાક્ષ

નવી દિલ્હી / લખનૌ:ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા ‘વોટ ચોરી’ના આરોપો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિપક્ષી નેતાઓ સામે આકરું વલણ અપનાવ્યું છે. લખનૌમાં આયોજિત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકને સંબોધતા ગૃહમંત્રી શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સરકાર આ મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવા પણ તૈયાર છે, પરંતુ વિપક્ષમાં ગૃહમાં ચર્ચા કરવાની હિંમત જ નથી.
મેચ હાર્યા પછી એમ્પાયર પર વાંક કાઢવા જેવી સ્થિતિ
વિપક્ષના વલણ સામે ક્રિકેટનું ઉદાહરણ આપતાં અમિતભાઈ શાહે કહ્યું કે, "ચૂંટણીમાં પરાજય થાય ત્યારે પોતાની ભૂલો સ્વીકારવાને બદલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એમ્પાયર (ચૂંટણી પંચ) પર દોષારોપણ કરવા લાગે છે. મેચ હાર્યા પછી અમ્પાયર સામે વાંધો ઉઠાવવાની આ તેમની જૂની આદત છે." તેમણે ઉમેર્યું કે ચૂંટણી પંચ સામે કરવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા અને મનોરંજન પૂરતા સીમિત છે.
સંસદમાં ચર્ચા કરવાથી વિપક્ષ ભાગી રહ્યો છે
ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. જો વિપક્ષને લાગે છે કે વોટની ગડબડી કે SIR મુદ્દે અન્યાય થયો છે, તો અમે સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છીએ. પરંતુ રાહુલ બાબા અને અખિલેશ યાદવ ક્યારેય સંસદમાં તથ્યો સાથે ચર્ચા નહીં કરે, કારણ કે તેમને માત્ર રસ્તા પર હંગામો અને ડ્રામા કરવામાં જ રસ છે."
યુપીમાં ભાજપની હેટ્રિકનો દાવો
ઉત્તર પ્રદેશના આગામી રાજકીય સમીકરણો અંગે વાત કરતાં ગૃહમંત્રીએ સમાજવાદી પાર્ટી પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અખિલેશ યાદવ પોતાના દમ પર એક પણ ચૂંટણી જીતી શક્યા નથી. ઉત્તર પ્રદેશની જનતા ભાજપના વિકાસ કાર્યો અને સુશાસન સાથે છે. તેમણે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતીને રાજ્યમાં સતત ત્રીજી વખત સરકાર બનાવશે.
ચૂંટણી પંચના મુખ્ય આયુક્ત સામે વિપક્ષી ગઠબંધન દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોના જવાબમાં અમિત શાહના આ નિવેદને દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
