તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
અમિતભાઈ શાહ... રાષ્ટ્ર સેવા માટે આપનું દીર્ઘ સમય સુધી આરોગ્યમય આયુષ્ય પ્રાપ્ત હો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના : પૂ.મોરારીબાપુ
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે પૂ.મોરારીબાપુએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી : શુભેચ્છા સંદેશ પાઠવ્યો

રાજકોટ તા.૨૨ : ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે પૂ.મોરારીબાપુએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
પૂ.મોરારીબાપુએ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અમિતભાઈ શાહને શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે શ્રી રામ આદરણીય અમિતભાઈ શાહ, જય સીયારામ... અધિક પ્રસન્નતા ઇચ્છું છું. આજે આપનો જન્મદિવસ છે, ખૂબ ખૂબ વધાઈ... શુભકામના... રાષ્ટ્રસેવા માટે આપનું દીર્ઘ સમય સુધી આરોગ્યમય આયુષ્ય પ્રાપ્ત હો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. રામ સ્મરણ સાથે પૂ.મોરારીબાપુ.

(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
