તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
લગ્ન માટે વાર્ષિક ૨૫ લાખ રૂપિયાની સેલેરી જરૂરી
ભારતીયોની બદલાતી નવી અપેક્ષાઓઃ આધુનિક યુગમાં સમય બદલાવાની સાથેસાથે લગ્ન માટેના માપદંડો પણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા

મુંબઇ તા.૧૨: ભારતમાં લગ્નને જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. પરંતુ સમયની સાથે લગ્ન પ્રત્યેની પસંદગીઓ અને પ્રાથમિકતાઓ ઝડપથી બદલાઈ રહી છે. અગાઉના સમયમાં પરિવાર અને નોકરી જોઈને સંબંધ નક્કી થતો હતો. પરંતુ આજના સ્માર્ટ યુગમાં લગ્ન માટે આર્થિક સ્થિતિ સૌથી મોટો આધાર બની ગઈ છે. તાજેતરમાં ટેક પ્રોફેશનલ્સ પર કરવામાં આવેલા એક સરવેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
આ સરવે ૧૪૭૩ પ્રોફેશનલ્સ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના લોકો ગ્લોબલ ટેક કંપનીઓમાં કામ કરે છે. સરવે અનુસાર લગ્ન માટે તૈયાર થતા યુવકની વાર્ષિક આવક ઓછામાં ઓછી ૨૫ લાખ રૂપિયા હોવી જોઈએ. આ સરવેમાં સામેલ ૫૫ ટકા લોકોએ આ વાતને યોગ્ય ગણાવી છે. જ્યારે અવિવાહિત લોકોમાં આ આંકડો ૬૯ ટકા જેટલો ઊંચો જોવા મળ્યો છે.
આર્થિક માપદંડના આ મામલે મહિલાઓ અને પુરુષોની વિચારસરણીમાં મોટો તફાવત નથી. સરવે મુજબ ૬૭ ટકા મહિલાઓ અને ૫૯ ટકા પુરુષોએ માને છે કે લગ્ન માટે વાર્ષિક ૨૫ લાખ રૂપિયાની કમાણી જરૂરી છે. આ ઉપરાંત ૨૯ ટકા લોકોએ તો ૫૦ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. જોકે વાસ્તવિકતા એ છે કે ભારતમાં આટલી ઊંચી આવક ધરાવતા ટેક્સપેયર્સની સંખ્યા ઘણી ઓછી છે.
સરવેમાં લગ્ન સાથે જોડાયેલા ખર્ચ અને ભેટ-સોગાદો વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ લગભગ ૫૧ ટકા લોકોએ સ્વીકાર્યું કે લગ્ન દરમિયાન આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ ૨૫ લાખ રૂપિયાથી વધુ રકમ આપવાની વાત પણ કહી છે. ભારતમાં કાયદાકીય રીતે દહેજ પ્રથા ગેરકાયદે છે, છતાં લગ્ન પ્રસંગોમાં થતા ખર્ચ અને પ્રોપર્ટીનું આપલે હજુ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
