હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રોજિંદી હાલાકીમાંથી જન્મ્યો ₹280 કરોડનો આઈડિયા: ટ્રેન લેટ થતાં એન્જિનિયરે બનાવી 'Where Is My Train' એપ : ગુગલે કરી લીધી કરોડોમાં ડીલ
આ એપની અકલ્પનીય લોકપ્રિયતા અને ટેકનોલોજીથી પ્રભાવિત થઈને વૈશ્વિક ટેક જાયન્ટ ગુગલે 2018માં આ એપને અંદાજે ₹280 કરોડમાં ખરીદી લીધી

બેંગલુરુ : ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે ટ્રેન કલાકો સુધી લેટ પડવી અને સ્ટેશન પર ઈંતેજાર કરવો એ કરોડો મુસાફરો માટે સામાન્ય બાબત છે. પરંતુ આ જ રોજીંદી હાલાકીને એક વિઝનરી એન્જિનિયરે તકમાં ફેરવી નાખી. બેંગલુરુના ટેકી અહમદ નિઝામ મોહાઈદ્દીન અને તેમની ટીમે (સિગ્મોઈડ લેબ્સ) 2015માં એક એવી સાધારણ દેખાતી એપ બનાવી, જેણે ભારતીય રેલવેના કરોડો મુસાફરોની મુસાફરીનો અંદાજ કાયમ માટે બદલી નાખ્યો. આ એપની અકલ્પનીય લોકપ્રિયતા અને ટેકનોલોજીથી પ્રભાવિત થઈને વૈશ્વિક ટેક જાયન્ટ ગુગલે 2018માં આ એપને અંદાજે ₹280 કરોડમાં ખરીદી લીધી હતી.
આ કહાનીની શરૂઆત ત્યારે થઈ જ્યારે અહમદ નિઝામ રેલવે સ્ટેશન પર કલાકો સુધી પોતાની ટ્રેનની રાહ જોઈને કંટાળી ગયા હતા. તે સમયે કેબ સર્વિસ એપ્સમાં ગાડીઓનું લાઈવ લોકેશન ટ્રેક થતું જોઈને તેમને વિચાર આવ્યો કે ટ્રેન માટે આવું કેમ ન થઈ શકે? તેમણે આ વિચાર પર કામ શરૂ કર્યું, પરંતુ સૌથી મોટો પડકાર એ હતો કે ભારતમાં ટ્રેન મુસાફરી દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી કે જીપીએસ (GPS) મળતું નહોતું. આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવા તેમણે મોબાઈલ સેલ ટાવર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. આ માસ્ટરસ્ટ્રોકને કારણે એપ સંપૂર્ણપણે 'ઓફલાઈન' મોડમાં એટલે કે ઈન્ટરનેટ અને GPS વગર પણ ટ્રેનનું એકઝેટ લાઈવ લોકેશન દર્શાવવા લાગી.
એપમાં કોઈ નકામી જાહેરાતો નહોતી, માત્ર કામની માહિતી જેવી કે લાઈવ ટ્રેન સ્ટેટસ, PNR ટ્રેકિંગ, સીટ એવેલેબિલિટી, પ્લેટફોર્મ નંબર અને કોચ લેઆઉટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીથી એપ એટલી વાયરલ થઈ કે કરોડો લોકોના મોબાઈલમાં સ્થાન પામી ગઈ. ગુગલે પોતાના 'નેક્સ્ટ બિલિયન યુઝર્સ' ઈનિશિયેટિવ હેઠળ ભારતના ખૂણે-ખૂણે પહોંચવા માટે આ એપ બનાવનાર કંપની 'Sigmoid Labs'ને એક્વાયર કરી લીધી. કોઈ મોટા વેંચર કેપિટલના રોકાણ વગર માત્ર એક વાસ્તવિક સમસ્યાનો સરળ અને ચતુર ઉકેલ શોધીને કરોડો રૂપિયાનું આંત્રપ્રિન્યોરશિપ સામ્રાજ્ય કેવી રીતે ઉભું કરી શકાય, તે આ વાર્તા સાબિત કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
