News of Thursday, 8th October 2026
પટનાથી લખનઉ આવી રહેલી ઈન્ડિગો ફલાઈટ પર વીજળી પડી
૧૭ હજાર ફૂટની ઊંચાઈ પર હતું વિમાનઃ ઘટનામાં વિમાનના આગળના ભાગને નુકસાન : પાયલટની સૂઝબૂઝથી ૧૦૪ મુસાફરો સાથે વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત ઉતારાયું હતું: તમામ મુસાફરો હેમખેમ બહાર નીકળી ગયા હતા

લખનઉ,તા.૮: પટનાથી લખનઉ આવી રહેલી ઈન્ડિગોની ફલાઈટ ખરાબ હવામાન વચ્ચે આકાશી વીજળીની ઝપેટમાં આવી ગઈ હતી. લગભગ ૧૭ હજાર ફૂટની ઊંચાઈ પર થયેલી આ ઘટના બાદ વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું છે. વીજળી પડવાને કારણે વિમાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. આ પછી પાયલોટે વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. ફલાઈટ નંબર ૬ચ્ ૯૨૫ પટનાથી લખનઉ આવી રહી હતી. વિમાનમાં કુલ ૧૦૪ મુસાફરો સવાર હતા. ઘટના બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈપણ મુસાફર ઘાયલ થયા હોવાના સમાચાર નથી.
આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ખરાબ હવામાન વચ્ચે લગભગ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. અચાનક આકાશી વીજળી વિમાન સાથે અથડાઈ ગઈ, જેના કારણે તેના આગળના ભાગને નુકસાન થયું. વીજળી પડ્યા બાદ પાયલોટે પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને વિમાનને લખનઉ એરપોર્ટ પર લાવીને તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
આકાશમાં ખરાબ હવામાન વચ્ચે વિમાન પર વીજળી પડ્યા બાદ સૌથી મહત્વની બાબત તેને સુરક્ષિત નીચે લાવવાની હતી. પાયલોટે સૂઝબૂઝ દર્શાવીને ફલાઈટને લખનઉ એરપોર્ટ સુધી પહોંચાડી હતી. લેન્ડિંગ બાદ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
