તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
આંધ્ર સરકાર ત્રીજા બાળક માટે રૂ. ૩૦,૦૦૦, ચોથા માટે રૂ.૪૦,૦૦૦ આપશે
વસ્તી વધારવા માટે રાજ્યની ચંદ્રાબાબુ સરકારનો મહત્વનો નિર્ણય

અમરાવતી તા.૧૮: દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘટી રહેલા જન્મદર અને આગામી લોકસભા સીટોના સીમાંકનની ચિતાઓ વચ્ચે આંધ્ર પ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે વસ્તી વધારવા માટે એક અનોખી યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નાયડુએ શ્રીકાકુલમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, હવે રાજ્યમાં ત્રીજું બાળક પેદા કરનાર દંપતીને રૂ. રૂા.૩૦,૦૦૦ અને ચોથું બાળક પેદા કરનારને રૂ. રૂા.૩૪૦,૦૦૦ની પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉત્તર ભારતના રાજ્યોની સરખામણીએ દક્ષિણ ભારતના રાજ્યોમાં વસ્તી વૃદ્ધિનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે, જેને કારણે આ રાજ્યોમાં વસ્તી હવે એક મોટો રાજકીય અને સામાજિક મુદ્દો બની ગઈ છે.
ગત પાંચમી માર્ચે વિધાનસભામાં મુખ્યમંત્રીએ બીજું બાળક પેદા કરનાર દંપતીને રૂ. રૂા.૩૨૫,૦૦૦ આપવાની વિચારણા વ્યક્ત કરી હતી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી સત્ય કુમાર યાદવે સ્પષ્ટતા કરી હતી કે સરકાર ત્રીજા કે તેથી વધુ સંતાન ધરાવતા પરિવારોને પણ આ યોજનાનો લાભ આપશે. મુખ્યમંત્રી નાયડુએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજકાલ લોકો માત્ર એક જ બાળક પેદા કરી રહ્યા છે. ઘણીવાર બીજું બાળક ત્યારે જ થાય છે જ્યારે પહેલું સંતાન દીકરો ન હોય. લોકો હવે બાળકોને બોજ માનવા લાગ્યા છે, પરંતુ આ ધારણા ખોટી છે. બાળકો દેશની સંપત્તિ છે અને અમે આ સાબિત કરીને બતાવીશું.
ચંદ્રાબાબુએ ચેતવણી આપી છે કે જો વસ્તી વૃદ્ધિનો દર આ જ રીતે ઘટતો રહેશે, તો રાજ્યમાં યુવાનોની સંખ્યા ઓછી થઈ જશે અને વૃદ્ધોની વસ્તી વધી જશે. વસ્તીને સ્થિર રાખવા માટે પ્રજનન દર પ્રતિ મહિલા ૨?૧ હોવો જરૂરી છે. વિશ્વના ઘણા દેશો ઘટી રહેલી વસ્તી અને વૃદ્ધ થતી વસ્તીને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જેથી આંધ્ર પ્રદેશને આવી સ્થિતિમાંથી બચાવવા માટે આ પગલું ભરવું અનિવાર્ય બન્યું છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
