તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
અન્ના હજારેની તબિયત લથડીઃ બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ
ગંભીર વાયરલ ઇન્ફેક્શન અને એક્યુટ ડીહાઇડ્રેશનની ફરિયાદ

મુંબઈ,તા.૦૧: દેશના જાણીતા વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને મુંબઈ સ્થિત બોમ્બે હોસ્પિટલ ના ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં તેમની પ્રાથમિક સારવાર ચાલી રહી હતી, પરંતુ સ્વાસ્થ્યમાં વધુ સુધારો ન જણાતાં વધુ સારા ઉપચાર અર્થે તેમને તાત્કાલિક મુંબઈ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ૮૯ વર્ષીય અન્ના હજારે ને ગંભીર વાયરલ ઇન્ફેક્શન અને શરીરમાં પાણીની ભારે અછત એટલે કે એક્યુટ ડીહાઇડ્રેશન ની સમસ્યા થઈ હતી. બોમ્બે હોસ્પિટલ ખાતે વરિષ્ઠ તબીબ ડો. ગૌતમ ભણસાલી અને તેમની વિશેષ ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરો હાલ તેમની તબિયતનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરી રહ્યા છે અને મેડિકલ રિપોર્ટ્સ આવ્યા બાદ આગળની સારવાર નક્કી કરવામાં આવશે.
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો અને ઉપવાસ દ્વારા રાષ્ટ્રીય ઓળખ બનાવનાર અન્ના હજારે તાજેતરમાં નીટ પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવ્યા હતા. તેમણે ૨૦ જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહીની આકરી નિદા કરી હતી અને આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને પત્ર પણ લખ્યો હતો. તેમણે સરકારને યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
