તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
૫ રાજ્યોમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સ્ક્રીનિંગ કમિટીનું એલાન
ગુજરાતના નેતા પાલ આંબલિયાને મળી જવાબદારી

નવી દિલ્હી તા.૧૭: કોંગ્રેસે યુપી, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબમાં સ્ક્રીનીંગ કમિટીની નિમણૂંક કરી છે. ગુજરાતના નેતા પાલ આંબલિયાને ઉત્તરાખંડ સ્ક્રીનીંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુપીમાં અજય માકનને જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે સ્ક્રીનીંગ સમિતિઓની રચના કરી છે. અજય માકનને ઉત્તર પ્રદેશ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં અસલમ શેખ અને બી.વી. શ્રીનિવાસ સભ્ય છે. ડો. સિરીવેલા પ્રસાદને પંજાબ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સચિન સાવંત અને નિવેદિતા અલ્વા સભ્ય છે.
દીપ દાસમુન્શીને ઉત્તરાખંડ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં અનિલ ચૌધરી અને પાલ ભાઈ અંબાલિયા સભ્ય છે. કે.જે. જ્યોર્જને ગોવા સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સતેજ ડી. પાટિલ અને શફી પરમ્બિલનો સમાવેશ થશે. બીએમ સંદીપ મણિપુર સમિતિના અધ્યક્ષ રહેશે, જેમાં હિબી એડન અને રાજેશ ઠાકુર સભ્ય છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
