તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
રશિયાનો યુક્રેનની રાજધાની કિવ ઉપર થયેલ ફરી ભીષણ મિસાઇલ હુમલો : યુવતીનું મોત, ત્રણ ઘાયલ; મેટ્રો સ્ટેશન તબાહ: ૨૫ માળની રહેણાક ઇમારત અને તબીબી કેન્દ્ર પણ ઝપટમાં : રેલપાટા અને વીજવ્યવસ્થાને ભારે નુકસાન બે મેટ્રો સ્ટેશન બંધ, બચાવ કામગીરી ચાલુ

કિવ, તા. ૧૯ : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. સોમવાર, ૧૯ ઑક્ટોબરની વહેલી સવારે રશિયાએ કિવ ઉપર કરેલા મિસાઇલ હુમલામાં ૨૧ વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. હુમલામાં શહેરના એક મેટ્રો સ્ટેશન, રેલપાટા, ૨૫ માળની રહેણાક ઇમારત અને તબીબી કેન્દ્રને નુકસાન થયું છે. મેટ્રોની બે સ્ટેશનો મુસાફરો માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યાં છે. શહેરના મેયર વિતાલી ક્લિચકોએ જાનહાનિ અને નુકસાનની પુષ્ટિ કરી છે.
યુક્રેનની રાજધાની કિવમાં રવિવારની મોડી રાત્રિથી સોમવારની વહેલી સવાર દરમિયાન રશિયાના મિસાઇલ હુમલાઓથી અનેક વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા. હુમલામાં રહેણાક ઇમારતો અને નાગરિક માળખાને નુકસાન થયું છે.
કિવના મેયર વિતાલી ક્લિચકોએ જણાવ્યું હતું કે હુમલામાં ૨૧ વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે. અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે, શહેરના ડેસ્નિયાન્સ્કી વિસ્તારમાં તબીબી કેન્દ્રને નુકસાન થયું હતું. સોલોમિયાન્સ્કી વિસ્તારમાં ૨૫ માળની રહેણાક ઇમારતના પહેલા માળ ઉપર મિસાઇલના કાટમાળના ટુકડા પડ્યા હતા. ડ્નિપ્રોવ્સ્કી વિસ્તારમાં બિનરહેણાક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું.
સૌથી ગંભીર અસર શહેરની મેટ્રો રેલવ્યવસ્થાને થઈ છે. મેટ્રોના એક સ્ટેશન તથા તેની નજીકના રેલપાટા અને વીજપુરવઠાની વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે.
કિવ મેટ્રો તંત્રે સોમવારે સવારે જાહેરાત કરી હતી કે ચેર્નિહિવ્સ્કા અને લિસોવા નામનાં બે મેટ્રો સ્ટેશનો મુસાફરો માટે અસ્થાયી ધોરણે બંધ રહેશે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
