તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દિલ્હીમાં અસામાજીક તત્વોએ બે ભાઈઓ પર હુમલો કર્યો : 25 હજારની રોકડ રકમની લૂંટ કરી :બુલેટ મોટરસાયકલને આગ ચાંપી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો:ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા:અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓની શોધખોળ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીની રાત્રે સનસનાટી મચાવતી ઘટના સામે આવી છે, જ્યાં 8 થી 10 અજ્ઞાત હુમલાખોરોના ટોળાએ બે ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. અસામાજિક તત્વોએ બંને ભાઈઓને ઢોર માર મારીને તેમની પાસે રહેલા 25 હજાર રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ ભયનો માહોલ ઉભો કરવા માટે તેમની બુલેટ મોટરસાયકલને પણ આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
