<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રામ મંદિર ચોરી પર નિવેદનથી અનુપમ ખેર ભારે ટ્રોલ : નસરુદ્દીન શાહના જૂનો 'જોકર' વાળા વીડિયોને પિતાંબરી ઓઢી આપ્યો સણસણતો જવાબ

ટ્રોલ્સે તેમને ઘેરવા માટે નસીરુદ્દીન શાહનો જૂનો 'જોકર' વાળો વીડિયો વાયરલ કર્યો:હવે 71 વર્ષીય અનુપમ ખેરે રામ નામની પીતાંબરી ઓઢીને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી ટ્રોલ્સને જવાબ આપ્યો.

મુંબઈ :બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર રામ મંદિર ચોરી અને મુઘલ કાળના ઉદાહરણ અંગે આપેલા પોતાના એક નિવેદનને કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની વ્યાપક ટીકા થઈ રહી છે. આ ટ્રોલિંગ વચ્ચે નેટીઝન્સે અભિનેતા નસીરુદ્દીન શાહનો એક વર્ષો જૂનો વીડિયો શોધી કાઢ્યો છે, જેમાં તેઓ અનુપમને 'જોકર' કહી રહ્યા છે. ટ્રોલ્સ આ વીડિયોના સહારે કહી રહ્યા છે કે નસીરુદ્દીન શાહ બિલકુલ સાચા હતા.

 

આ ભારે હોબાળા વચ્ચે 71 વર્ષીય અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કરીને ટ્રોલ્સ પર વળતો પ્રહાર કર્યો છે. રામ નામના લખાણવાળી પીતાંબરી ઓઢીને બનાવેલા આ વીડિયોમાં તેઓ સ્પષ્ટ કહે છે કે, આટલી આકરી ટીકાઓ છતાં તેઓ પોતાના નિવેદન પર અડગ છે. તેમણે જણાવ્યું કે, વિરોધીઓ પાસે તેમની સામે કોઈ મજબૂત મુદ્દો ન હોવાથી તેમની છબી ખરાબ કરવા માટે 6 વર્ષ જૂનો ક્લિપિંગ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

 

નસીરુદ્દીન શાહના વીડિયો અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, તે 'જોકર' વાળા નિવેદન પછી પણ તેમના અને નસીરુદ્દીન વચ્ચે સુલેહ થઈ ગઈ હતી અને બંનેએ ગળે મળીને જૂના મતભેદો દૂર કરી દીધા હતા.

 

 

વીડિયોમાં અનુપમ ખેરે આકરા શબ્દોમાં વિરોધીઓ પર પ્રહારો કરતા કહ્યું, "કેટલાક લોકોને મારી વાતો એટલા માટે પસંદ નથી આવી કારણ કે તે તેમના એજન્ડામાં ફિટ બેસતી નથી. તેઓ મારી વિરુદ્ધ એક ચોક્કસ નેરેટિવ ઊભું કરવા માંગતા હતા અને તેથી જ મને ટ્રોલ કરવાનો અને ગાળો આપવાનો આખો ઇકોસિસ્ટમ સક્રિય થઈ ગયો છે.

(8:16 PM IST)