તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
સોના ચાંદી એક વર્ષ સુધી નહીં ખરીદવાની અપીલ અને આયાત ડ્યુટી વધારતા ભાવમાં મોટો ઉછાળો
બે નિર્ણયો વચ્ચે અઠવાડિયાભરમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર આવ્યો

મુંબઈ :સોના અને ચાંદીના ભાવમાં એક અઠવાડિયા દરમિયાન તેજી જોવા મળી છે. આ તેજી એવા સમયે આવી છે, જ્યારે આને લઈને બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. સાથે જ ઈમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે.
આ બે નિર્ણયો વચ્ચે અઠવાડિયાભરમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર આવ્યો છે. એક સપ્તાહમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 6540 રૂપિયા સુધી વધી છે. જ્યારે 22 કેરેટ ગોલ્ડનો ભાવ 6470 રૂપિયા સુધી ચઢ્યો છે. અત્યારે દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડ 157080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
ચાંદીની કિંમતમાં પણ સાપ્તાહિક ધોરણે વધારો જોવામાં આવી રહ્યો છે. આ 5000 રૂપિયા ચઢી ચૂક્યું છે અને 17 મેની સવારે ચાંદીની કિંમત 280000 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે. શુક્રવાર, 15 મેના રોજ દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 21,600 રૂપિયા અથવા 7.3 ટકા તૂટીને 2,75,000 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.
10 મે 2026ના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે ગ્લોબલ સ્તરે અત્યારે તણાવ બનેલો છે. એવા સમયમાં એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે, જેથી ભારત વધુમાં વધુ ફોરેક્સ રિઝર્વ બચાવી શકે. જોકે, આ અપીલ પછી ઘણા લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી, પરંતુ થોડા દિવસો પછી જ આ ધાતુઓની કિંમતોમાં નફાખોરી (પ્રોફિટ બુકિંગ) જોવા મળી હતી.
ત્યારબાદ કિંમતી ધાતુઓની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટીને 6 ટકાથી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી હતી. જોકે, બાદમાં આમાં થોડી નફાખોરી થઈ હતી. શનિવારે સિલ્વરની લગડીઓ (બાર્સ)ની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધવા અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા પર કોઈ સકારાત્મક સંકેત ન હોવાથી મોંઘવારી વધવાનો ડર વધુ વધી ગયો છે. ક્રૂડ ઓઈલ અને ગૅસના દામમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને સોના-ચાંદીના દામમાં તેજી આવી છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
