તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
એપલના ઉત્પાદનો ૧ લાખ રૂપિયા સુધી મોંઘા થયા
મેકબુક અને આઈપેડની કિંમતમાં વધારો કર્યો

નવી દિલ્હી તા.૨૬: એપલે મેકબુકથી લઈને આઈપેડ સુધી ભારત સહિત વિશ્વભરમાં તેના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ ઉત્પાદનોની શરૂઆતી કિમતમાં ૨૦ થી ૪૨ ટકાનો વધારો કર્યો છે. મેકબુક પ્રોના બેઝ વેરિઅન્ટની કિમતમાં પણ ૧ લાખ રૂપિયાનો વધારો થયો છે.
કંપની કહે છે કે ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ્સ અને અન્ય ઘટકોની વધતી કિમત છે. નવી કિમત સૂચિ એપલ ઈન્ડિયા પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવી છે. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે M5 શ્રેણીની ચિપવાળા મેકબુક પ્રોની કિમતમાં આશરે ૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
M5 Pro ચિપ સાથેના ૧૪-ઇંચના MacBook Pro ની કિમત હવે રૂા.૨૯૯,૯૦૦ છે. લોન્ચ સમયે તેની શરૂઆતની કિમત રૂા.૨૪૯,૯૦૦ હતી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ૧૪-ઇંચના MacBook Pro (M5 Max વેરિઅન્ટ) ની કિમતમાં આશરે રૂા.૧૦૦,૦૦૦ નો વધારો થયો છે.
iPad Air ની કિમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૧૩-ઇંચના iPad Air ના બેઝ મોડેલને રૂા.૮૪,૯૦૦ થી વધારીને રૂા. ૧૧૯,૯૦૦ કરવામાં આવ્યું છે, જે ૪૨ ટકાનો વધારો દર્શાવે છે.
કાઉન્ટર રિસર્ચના સહ-સ્થાપક અને સંશોધનના VP નીલ શાહે સમજાવ્યું કે MacBook Neo, MacBook Air, MacBook Pro, iPad Air અને iPad Pro WiFi ની કિંમતો ખર્ચમાં નોંધપાત્ર ફેરફારો દર્શાવે છે. મેમરી અને સેમિકન્ડક્ટર ચિપના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
ચિપ ઉત્પાદકો AI ડેટા સેન્ટરોને ટેકો આપવા માટે પણ કામ કરી રહ્યા છે.
મેમરી ચિપ ઉત્પાદકો હવે તેમના ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો AI ડેટા સેન્ટરોને સમર્પિત કરી રહ્યા છે. પરિણામે, ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે મેમરી ચિપ્સની અછત છે, અને તેમના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
નીલ શાહે સમજાવ્યું કે એપલે લગભગ બે ક્વાર્ટર સુધી કિમતોમાં વધારો કર્યો નથી અને ફુગાવાની અસર ગ્રાહકો પર પસાર કરી નથી. હવે, કંપની માટે વધેલા ખર્ચનો બોજ સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે.
એપલે આ વર્ષે એપલે ઇન્ટેલિજન્સ જેવી નવી ઓન-ડિવાઇસ સુવિધા લોન્ચ કરી શકે છે. આના માટે ઉપકરણ માટે વધુ મેમરી અને રેમની જરૂર પડી શકે છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
