<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ઇઝરાયેલમાં અરબ પક્ષો બન્યા કિંગમેકર : નેતન્યાહુના ગઠબંધનને બહુમતી નહીં: ૧૨૦ બેઠકોની સંસદમાં અરબ પક્ષોને ૧૯ બેઠકો

નેતન્યાહુ ગઠબંધનને ૫૩, વિપક્ષને ૪૮ બેઠકો મળતાં સત્તાનું ગણિત ગૂંચવાયું

તેલ અવીવ: ઇઝરાયેલની સંસદીય ચૂંટણી બાદ સરકારની રચનામાં અરબ પક્ષોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની છે. મતગણતરીના જાહેર થયેલા પરિણામો મુજબ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ગઠબંધનને ૫૩, મુખ્ય વિરોધી પક્ષોના ગઠબંધનને ૪૮ અને અરબ નેતૃત્વવાળા પક્ષોને ૧૯ બેઠકો મળી છે.
ઇઝરાયેલની ૧૨૦ સભ્યોની સંસદમાં સરકાર રચવા ૬૧ બેઠકોની જરૂર પડે છે. કોઈપણ મુખ્ય ગઠબંધન આ આંકડા સુધી પહોંચી શક્યું નથી.
નેતન્યાહુની લિકુડ પાર્ટી ૨૭ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બની છે. અરબ પક્ષોની ૧૯ બેઠકોને કારણે સરકાર રચવાની વાટાઘાટોમાં તેમની ભૂમિકા નિર્ણાયક બની શકે છે. ઇઝરાયેલની લગભગ ૨૧ ટકા વસ્તી અરબ સમુદાયની છે. જોકે અંતિમ સત્તાવાર પ્રમાણન બાકી હોવાથી સરકારની રચના અંગે અનિશ્ચિતતા યથાવત્ છે.

(11:13 PM IST)