હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર સૈન્ય જવાન પંજાબ પોલીસના હાથે ઝડપાયો: પશ્ચિમ બંગાળના હાસીમારાથી રાજવીરસિંહની ધરપકડ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાયો
ભારતીય સેનાની ખાનગી માહિતી પાકિસ્તાનને લીક કરવાના ગંભીર કેસમાં અગાઉ પકડાયેલી મહિલા આરોપીની પૂછપરછ બાદ ખુલાસો થતા સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશભરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ચંદીગઢ : પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISI ને ભારતીય સેના સંબંધિત અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓ મોકલવાના કથિત આરોપમાં પંજાબ પોલીસ દ્વારા પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના હાસીમારા ખાતેથી એક સૈન્ય જવાનની ધરપકડ કરવામાં આવ્યાની અત્યંત સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલની ટીમે પશ્ચિમ બંગાળના હાસીમારા ખાતે આવેલી ૧૫ જાટ રેજિમેન્ટમાં ફરજ બજાવતા અને મૂળ આસામના નિવાસી રાજવીરસિંહ નામના જવાનને ગુરુવારે ઝડપી પાડ્યો હતો, જેને ટેકનિકલ કારણોસર સિલિગુડી કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ પંજાબ પોલીસની ટીમ હવાઈ માર્ગે રવાના થઈ ગઈ છે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત ૮ ઓક્ટોબરના રોજ પંજાબના ફાઝિલ્કા પોલીસે ગુરનીર સિદ્ધુ નામની એક મહિલાની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓની આકાશક માહીતીના આધારે સેનામાં ફરજ બજાવતા રાજવીરસિંહ અને દિલપ્રીત સિંહ જેવા જવાનોના નામ બહાર આવ્યા હતા જેઓ આ મહિલા મારફતે ISI ને ગુપ્ત માહિતી શેર કરતા હતા.
આ જસૂસી પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદી રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકનારા આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શંકાસ્પદ પાત્રોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં પંજાબ પોલીસ દ્વારા આરોપી જવાનને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર વધુ પૂછપરછ કરવામાં આવશે, જેનાથી સેનાની ગોપનીયતાને નુકસાન પહોંચાડયાના આ રેકેટના અન્ય મોટા ભેદો પણ બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
