<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ડોરી માલના જંગલોમાં સેનાનું ૩૬ દિ'થી ઓપરેશન ચાલુ

લાઈન ઓફ કંટ્રોલને અડીને આવેલા રાજાૈરી જિલ્‍લાના ગંભીર

જમ્‍મુઃ રાજાૈરી જિલ્‍લાના મંજાકોટ ઉપમંડળ હેઠળના ગંભીર મુગલાં સ્‍થિત ડોરી માલના ઘનઘોર અને દુર્ગમ જંગલોમાં સુરક્ષાબલોનું આતંકવાદ વિરોધી અભિયાન શુક્રવારે ૩૬મા દિવસમાં પ્રવેશ્‍યું છે.

આ વિસ્‍તારના ઇતિહાસમાં આ સૌથી લાંબું ચાલનારું સર્ચ ઓપરેશન બની ગયું છે. આ મુશ્‍કેલ ઓપરેશનને અંજામ આપવા માટે ભારતીય સેનાની અત્‍યંત પ્રશિક્ષિત વિશેષ ઇકાઈઓ અને જમ્‍મુ કાશ્‍મીર પોલીસના સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો ખડેપગે તૈનાત છે.

દુર્ગમ જંગલો અને કુદરતી ગુફાઓમાં છુપાયેલા આતંકીઓને શોધવા માટે હાઇટેક ડ્રો, થર્મલ ઇમેજર અને આધુનિક સર્વેલન્‍સ ગેજેટ્‍સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પૂર્વે વર્ષ ૨૦૨૫માં કઠુઆના જંગલોમાં ૧૭ દિવસ લાંબું ઓપરેશન ચાલ્‍યું હતું, જ્‍યારે વર્ષ ૨૦૨૩માં રાજાૈરી અને પૂંછમાં ૧૫ દિવસ તેમજ કોકરનાગમાં ૮ થી ૧૦ દિવસ સુધી અભિયાન ચાલ્‍યા હતા.

અગાઉ આતંકીઓ માત્ર સરહદ નજીક મર્યાદિત રહેતા હતા, પરંતુ હવે તેઓ જમ્‍મુ સંભાગના પર્વતીય વિસ્‍તારોમાં સક્રિય થયા છે.

(11:55 AM IST)