<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

‘અર્નબ' રાત્રે અઢી વાગ્‍યે લેન્‍ડફોલ થયુ

આજે બપોર બાદ લેન્‍ડફોલ થવાનું હતુ પણ : હજુ આજે ૧૧-૩૦ વાગ્‍યા સુધી વાવાઝોડા સ્‍વરૂપે જ મજબુત બની રહી ને સાંજે પ-૩૦ વાગ્‍યે ડીપ ડીપ્રેશન બનશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૮ :.. અર્નબ વાવાઝોડા અંગે આઇએમડી દ્વારા પહેલા એ ધારણા જાહેર કરાઇ હતી કે, ર૮ તારીખે આંધ્ર નજીક લેન્‍ડફોલ થશે. પરંતુ અર્નબ ખૂબ ઝડપથી ધરતી તરફ આગળ વધ્‍યુ અને વિતેલી રાત્રે ર-૩૦ વાગ્‍યે લેન્‍ડફોલ થયુ હતું.

અઢીથી સાડા પાંચ વાગ્‍યા સુધી, લેન્‍ડફોલ થયા બાદ પણ આ વાવાઝોડુ વેરી સીવીયર સાયકલોનિક સ્‍ટોર્મ અર્થાત અતિ ભીષણ વાવાઝોડાની કેટેગરીએ ઘુમતુ રહ્યુ હતું. હવે આજે સાંજે સાડા પાંચ વાગ્‍યે તે થોડું નબળુ પડી ને ડીપ ડીપ્રેસન કેટેગરીએ તબદીલ થશે.

વાવાઝોડાનો ‘આઉટર કલાઉડસ' અર્થાત વાદળોનો ઘેરાવો-પરીઘ ખુબ વધુ ફેલાવો ધરાવતો હોઇ, ગુજરાતમાં વાદળો કે હળવા વરસાદની કયાંક કયાંક અસર થઇ શકવાની સંભાવના રહે છે.

(11:25 AM IST)