<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

અરવિંદ કેજરીવાલ અને પત્રકાર સૌરભ દાસ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ

તેઓ સોશિયલ મીડિયા પર જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને બદનામ કરવાના આયોજિત અભિયાનનો ભાગ હોવાનો અરજીમાં આરોપ

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પત્રકાર સૌરભ દાસ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ફોજદારી અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ સોશિયલ મીડિયા પર જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને બદનામ કરવાના આયોજિત અભિયાનનો ભાગ હતા. જસ્ટિસ નવીન ચાવલાની આગેવાની હેઠળની બેન્ચ આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. વકીલ અશોક ચૈતન્યએ અરજી દાખલ કરી હતી.

(10:44 PM IST)