હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે અરવિંદ કેજરીવાલ સર્વાનુમતે ચૂંટાયા
રાષ્ટ્રીય સચિવ તરીકે પંકજ ગુપ્તા ચૂંટાયા:એનડી ગુપ્તા ખજાનચીરહેશે:23 સભ્યોની નવી રાષ્ટ્રીય કારોબારીની રચના

આમ આદમી પાર્ટીની નવી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં 330 સભ્યોએ ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે અરવિંદ કેજરીવાલ સર્વાનુમતે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય સચિવ તરીકે પંકજ ગુપ્તા ચૂંટાયા હતા. એનડી ગુપ્તા ખજાનચી પણ રહેશે. 23 સભ્યોની નવી રાષ્ટ્રીય કારોબારીની પણ રચના કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીની પીએસીમાં નવા સભ્યો પણ જોડાયા છે. આપની પીએસીમાં 3 નવા સભ્યો બનાવવામાં આવ્યા છે. પંજાબમાંથી મુખ્યમંત્રી ભગવંત માન અને હરપાલ સિંહ ચીમાને નવી પીએસીમાં સ્થાન આપવામાં આવ્યું છે. દિલ્હીમાંથી સત્યેન્દ્ર જૈનને પીએસીના સભ્ય બનાવવામાં આવ્યા છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
