તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ટ્રમ્પનો આદેશ મળતાં જ ઈરાન પર તૂટી પડશે અમેરિકી સેના ! ૯૬ કલાકનું અલ્ટીમેટમ
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડકશે યુદ્ધ?અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધતો જોવા મળી રહ્યો છે : ટ્રમ્પનો આદેશ મળ્યાના ૯૬ કલાકની અંદર ઈરાન પર મોટું સૈન્ય અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છેઃ સંભવિત નિશાનમાં ઈરાનનું ઊર્જા માળખું, સૈન્ય મથકો અને પરમાણુ સુવિધાઓ સામેલ છેઃ ઇઝરાયેલ પણ અમેરિકા સાથે મળીને નવા હુમલાની તૈયારી કરી રહ્યું છે

વોશીંગ્ટન તા.૨૭: અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ઘ્ફફના અહેવાલ મુજબ, પヘમિ એશિયામાં તહેનાત અમેરિકી સેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ મળ્યાના ૯૬ કલાકની અંદર ઈરાન વિરુદ્ધ નવું અને મોટું સૈન્ય અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંભવિત કાર્યવાહી માટે આ વિસ્તારમાં પૂરતી સૈન્ય તાકાત પહેલેથી જ હાજર છે. જોકે, ટ્રમ્પે હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી અને વ્હાઇટ હાઉસે પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે આ વખતે કાર્યવાહી માત્ર ઈરાનના રડાર, મિસાઇલ લોન્ચર અને સૈન્ય મથકોને નિશાન બનાવવા પૂરતી મર્યાદિત નહીં રહે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અને પેન્ટાગોને સંભવિત નિશાનની લાંબી યાદી તૈયાર કરી છે, જેમાં ઈરાનનું ઊર્જા માળખું, સૈન્ય મથકો અને પરમાણુ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઘ્ફફના જણાવ્યા અનુસાર, એક અમેરિકી અધિકારીએ કહ્યું કે આ મોટું સૈન્ય અભિયાન હશે. જોકે, અમેરિકી અધિકારીઓ સામે કેટલાક પડકારો પણ છે. ઈરાની સેના હવે અમેરિકાની સૈન્ય વ્યૂહરચના અને હુમલાની પદ્ધતિઓને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજે છે. આવી સ્થિતિમાં અમેરિકા માટે તમામ નિશાન પર અસરકારક રીતે હુમલો કરવો સરળ નહીં હોય.
અમેરિકી અધિકારીઓ અને સૈન્ય યોજનાઓથી પરિચિત કેટલાક લોકોનું માનવું છે કે ટ્રમ્પ આ વર્ષના અંત પહેલાં ઈરાન પર મોટી કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. તેમના મતે, અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પછી હુમલાની શક્યતા વધુ છે. જોકે, ટ્રમ્પ અગાઉ પણ કેટલાક હુમલાની યોજનાઓ પર આગળ વધતા જોવા મળ્યા છે, પરંતુ છેલ્લી ઘડીએ પાછળ હટી ગયા હતા. તેથી હાલ હુમલાની તારીખ નક્કી નથી. પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સંરક્ષણ વિભાગનું કામ સૈન્ય વિકલ્પો તૈયાર કરવાનું અને રાષ્ટ્રપતિના આદેશ પર તેનો અમલ કરવાનું છે. એટલે કે, યોજના તૈયાર થવાનો અર્થ એ નથી કે હુમલાનો અંતિમ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.
અમેરિકી ગુપ્તચર વિભાગના મૂલ્યાંકન મુજબ, ઈરાન અને યમનના હુથી બળવાખોરો અમેરિકા અને સંભવતઃ ઇઝરાયેલ પર તરત જ હુમલા કરી શકે છે. ઈરાને તાજેતરમાં એવું પણ કહ્યું હતું કે તે એક કલાકમાં ઇઝરાયેલને એવી જગ્યામાં ફેરવી શકે છે, જ્યાં રહેવું શક્ય નહીં રહે. જો ઈરાન પર ફરી હુમલો થાય છે, તો તેહરાન અને હુથી પヘમિ એશિયામાં હાજર અમેરિકી સૈનિકો અને સૈન્ય મથકોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી શકે છે. જે દેશોમાં અમેરિકાનાં સૈન્ય મથકો છે, તેમની અર્થવ્યવસ્થાની જીવાદોરી પર પણ હુમલો થઈ શકે છે. તેનાથી અમેરિકા પર વધુ દબાણ આવશે.
આગામી હુમલાની સ્થિતિમાં હુથી સાઉદી અરેબિયાનાં તેલ મથકો પર સીધો અને મોટો હુમલો કરી શકે છે, જેની અસરમાંથી બહાર આવતાં અનેક વર્ષો લાગી શકે છે. આ જ ચિતાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી ૨૬ ઓક્ટોબરે ઈરાન પહોંચ્યા છે. તેમનો હેતુ તેહરાનને યુદ્ધ ખતમ કરવા અને વાતચીતના ટેબલ પર આવવા માટે મનાવવાનો છે.
આટલું જ નહીં, યુદ્ધ ખાડી વિસ્તારની બહાર નીકળીને બીજા દેશો સુધી પણ ફેલાઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક જે ક્લેટને ૨૩ ઓક્ટોબરે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ઈરાને અમેરિકી કર્મચારીઓને નિશાન બનાવવાના પ્રયાસો વધાર્યા છે. ગુપ્તચર વિભાગના મૂલ્યાંકન મુજબ, પヘમિ એશિયા અને કેટલાક અન્ય દેશોમાં આવા કાવતરાં ઘણી હદ સુધી આગળ વધી ચૂક્યાં છે. જોકે, અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઈરાન અને હુથી હાલ પહેલો હુમલો કરીને સંઘર્ષ વધારવાનું ટાળી શકે છે, પરંતુ ઈરાન પર હુમલો થાય તો જવાબ આપવામાં પાછળ નહીં હટે. આ જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા પヘમિ એશિયામાં આવેલા પોતાના કેટલાક દૂતાવાસોમાંથી કર્મચારીઓને પાછા બોલાવી રહ્યું છે અથવા તેમની સંખ્યા ઘટાડી રહ્યું છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપરે રવિવારે સ્ટ્રેટ હોર્મુઝની મુલાકાત લીધી હતી. અમેરિકા આ મહત્ત્વના દરિયાઈ માર્ગ પરથી જહાજોની અવરજવરમાં મદદ કરી રહ્યું છે અને ઈરાનનાં બંદરોની નાકાબંધી પણ ચાલુ રાખી છે. કૂપરે હેલિકોપ્ટરથી આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને એવા અમેરિકી સૈનિકો સાથે મુલાકાત કરી, જેમણે દરિયાઈ માર્ગ પર ઈરાન દ્વારા બિછાવવામાં આવેલી સુરંગો દૂર કરવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા ખાડી વિસ્તારમાં પોતાના ભાગીદારો અને દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા લોકોની સાથે ઊભું છે. જોકે, આ માર્ગ પરથી તેલનાં ટેન્કરોની અવરજવર વધવા છતાં તેલના ભાવ ઊંચા રહ્યા છે. તેનું એક કારણ ઈરાનની સંભવિત જવાબી કાર્યવાહીને લઈને રહેલો ડર છે.
અહેવાલ મુજબ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન પર નવા હુમલા કરવાના પક્ષમાં છે. જોકે, અમેરિકી અધિકારીઓએ ઇઝરાયેલને હાલ રાહ જોવાનું કહ્યું છે, જેથી બંને દેશો સાથે મળીને સૈન્ય કાર્યવાહી માટે તૈયારી કરી શકે. CNNએ પોતાના અહેવાલમાં ઇઝરાયેલના એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે નેતન્યાહુ અમેરિકાની ચૂંટણી પહેલાં ઈરાન પર સંયુક્ત હુમલો કરવા માટે ટ્રમ્પને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને મંજૂરી મળી નહોતી. જોકે, નેતન્યાહુના કાર્યાલયે આ દાવાને ખોટા સમાચાર ગણાવ્યા છે. એવું પણ કહેવાયું હતું કે હવાઈ સંરક્ષણ સાધનોની અછતને કારણે આવું થયું હતું
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
