<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ઇન્‍ટરનેટની સ્‍પીડ મળતી હોવાથી ગામના ચોકનું નામ પાડયું યુટયુબ ચોક

પંચાયતની મુખિયા જીના દેવીએ લોકોની સુવિધા માટે ચોક પાસે ખુરસીઓ પણ ગોઠવી દીધી છે જેથી ત્‍યાં બેસીને લોકોએ ઇન્‍ટરનેટ વાપરવું હોય તો શક્‍ય બને

ગઢવા,તા.૨૧: ઝારખંડના ગઢવા જિલ્‍લામાં એક ગામના ચોકને કોઈ નેતા કે મહાપુરુષનું કે ગામની કોઈ ખાસિયતનું નામ નથી અપાયું, પરંતુ નામ છે યુટ્‍યુબ ચોક. વિશ્રામપુર પંચાયતના એક ચૌરાહાનું નામ યુટ્‍યુબ ચોક છે. એનું કારણ એ છે કે આ જગ્‍યા પર ઇન્‍ટરનેટનું નેટવર્ક સૌથી સારું પકડાય છે. જેવા તેઓ ગામની અંદરના ભાગની ગલીઓમાં કે ઘરોમાં જાય છે ઇન્‍ટરનેટની સ્‍પીડ ઘટી જાય છે. એને કારણે જો કોઈકને વિડિયો જોવો હોય કે યુટ્‍યુબ પર સર્ફિગ કરવું હોય તો આ ચોક પાસે આવી બેસી જાય છે. આ જ કારણોસર હવે ચોકનું નામ જ પડી ગયું યુટ્‍યુબ ચોક. પંચાયતની મુખિયા જીના દેવીએ લોકોની સુવિધા માટે ચોક પાસે ખુરસીઓ પણ ગોઠવી દીધી છે જેથી ત્‍યાં બેસીને લોકોએ ઇન્‍ટરનેટ વાપરવું હોય તો શક્‍ય બને. આ જગ્‍યા પર મોટા ભાગે લોકો ખેતી અને કામકાજની યુટ્‍યુબ રીલ્‍સ જોઈને જાણકારી મેળવે છે. આ ચોક એક રીતે ગામના ખેડૂતો માટે જાણકારી મેળવવાનું માધ્‍યમ બની ગયો છે. અહીંના લોકો યુટ્‍યુબ માત્ર મનોરંજન માટે જ નહીં, ખેતી અને ટેક્રોલોજીના નવા પાઠો શીખવા માટે પણ જુએ છે. જુવાન પેઢી ગામના બુઝુર્ગોને ઇન્‍ટરનેટ પરથી કામના સુધારા માટેના વિડિયો જોતાં શીખવામાં પણ મદદ કરે છે

(10:22 AM IST)