તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
અગ્રવન આગ્રા ખાતે પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ઋષિ પંચમી'નો દિવ્ય પ્રારંભ : કથામાં ધર્મ અને શાસ્ત્ર અંગે ગહન ચિંતન રજૂ કરાયું
ધર્મને ગ્લાનિ કે હાનિ ધર્મથી નહીં પરંતુ સનાતન ધર્મ વિરોધી તથાકથિત ધર્મવાળા કરી રહ્યા છે : પૂ. મોરારિબાપુએ સત્સંગ અને સાધુસંગનો મહિમા વર્ણવ્યો

આગ્રા : ઉત્તર પ્રદેશના અગ્રવન આગ્રા ખાતે નિમિત્તમાત્ર કરુણાનિધિ સંસ્થા દ્વારા આયોજિત રામકથા 'માનસ ઋષિ પંચમી'માં વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુ રામકથાનો દિવ્ય અમૃતરસ પીરસી રહ્યા છે. આ રામકથાનો લાભ સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપરાંત દેશ અને વિદેશથી પધારેલા મોટી સંખ્યામાં કથાપ્રેમીઓ લઈ રહ્યા છે. કથા દરમિયાન રવિવારે રામજન્મોત્સવની ખૂબ જ ભાવ અને ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
કથાગાન કરતી વખતે ધર્મ અને શાસ્ત્રના સંદર્ભમાં ચિંતન-સત્સંગ પીરસતાં પૂ. મોરારિબાપુએ સ્પષ્ટ ટકોર કરી હતી કે, ધર્મને ગ્લાનિ કે હાનિ સ્વયં ધર્મથી નથી પહોંચતી, પરંતુ સનાતન ધર્મ વિરોધી તથાકથિત ધર્મવાળા લોકો જ ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધર્મ એ જ કહેવાય જે સનાતન હોય.
રામકથાના પ્રસંગોનું વર્ણન કરતાં તેમણે કથા અને સત્સંગના અધિકારી સંદર્ભે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, જેને સત્સંગ અને સાધુસંગ પ્રિય હોય, તે જ વાસ્તવમાં કથાનો સાચો અધિકારી છે. આ તકે તેમણે અરણ્યકાંડની પ્રસિદ્ધ ચોપાઈ 'પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા.' નો ઉલ્લેખ કરીને જીવનમાં સત્સંગના અનોખા મહિમાને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
