<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે PM મોદીના નેતૃત્વના કર્યા ભરપૂર વખાણ: કહ્યું- ભારતે ઇતિહાસમાં સૌથી વધુ લોકોને ઊર્જા પૂરી પાડી છે!

ન્યૂ યોર્કમાં એશિયા સોસાયટીના કાર્યક્રમમાં અલ્બેનીઝનું મોટું નિવેદન; ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ સંબંધો અને ઊર્જા ક્ષેત્રની ઉપલબ્ધિઓને બિરદાવી

ન્યૂ યોર્ક : ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ન્યૂ યોર્ક સ્થિત એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના એક વિશેષ કાર્યક્રમમાં સંબોધન કરતા અલ્બેનીઝે જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે માનવ ઇતિહાસમાં કોઈપણ અન્ય દેશ, પ્રદેશ કે સમયગાળા કરતાં સૌથી વધુ લોકોને વીજળી અને ઊર્જાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

 

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયો અનુસાર, ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતી જતી ભાગીદારી અને મજબૂત વ્યૂહાત્મક સંબંધો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાને વડા પ્રધાન મોદી સાથે ગાઢ અને મજબૂત સંબંધો હોવાનો ગર્વ છે, અને બંને મિત્ર દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.

 

ઊર્જા સુરક્ષા અને સ્થિર પુરવઠાના મામલે ભારતની આ સિદ્ધિ વૈશ્વિક સ્તરે એક અનુકૂળ ઉદાહરણ બની રહી છે. આ પ્રસંગે અલ્બેનીઝે ભારતની આર્થિક પ્રગતિ અને નાગરિકોના જીવનધોરણને ઊંચા લાવવા માટે લેવાયેલા પગલાંઓની સરાહના કરી હતી.

 

(11:57 PM IST)