<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ઓસ્ટ્રેલિયાની મહિલાઓ અને બાળકોને નિશાન બનાવતી પાકિસ્તાની ગુનાહિત ગેંગની ધરપકડ કરવા માટે દેશભરમાં મોટા પાયે દરોડા પડ્યા

અલ મદીન ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા અનેક પાકિસ્તાની સાગરિતોને પોલીસે કસ્ટડીમાં લીધા અને અંડરકવર ઓપરેશનનો પર્દાફાશ કર્યો

સિડની: ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ, છોકરીઓ અને બાળકોને નિશાન બનાવતી પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ અને સંગઠિત ગુનાહિત નેટવર્ક સામે પોલીસે સમગ્ર દેશમાં મોટા પાયે દરોડા પાડીને અનેક સાગરિતોને કસ્ટડીમાં લીધા છે.

 

ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગને પકડવા વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા અલ મદીન ક્રાઈમ સિન્ડિકેટ નામના સંગઠિત ગુનાહિત નેટવર્કના સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ૨ મહિના સુધી ચાલેલા અંડરકવર ઓપરેશન બાદ કરવામાં આવી છે, જેમાં તપાસકર્તાઓએ ૧૪ વર્ષની છોકરીનો વેશ ધારણ કરી ગુનેગારોને જાળમાં ફસાવ્યા હતા. 

 

પકડાયેલા આરોપીઓ પર ચાઈલ્ડ ગ્રૂમિંગ, સગીરોને અશ્લીલ સામગ્રી મોકલવા અને ડ્રગ્સ રાખવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 

 

એક્સ પ્લેટફોર્મ પર વાયરલ  થયેલી ૧ મિનિટ અને ૨૧ સેકન્ડની ક્લિપમાં પણ આ દરોડાના દ્રશ્યો સ્પષ્ટ બતાવવામાં આવ્યા છે. હાલમાં આ ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોને પકડવા સઘન તપાસ ચાલુ છે.

 

નેટવર્કની ઓળખ: આ એક સંગઠિત ગુનાહિત નેટવર્ક છે, જેને 'અલ મદીન ક્રાઈમ સિન્ડિકેટ' તરીકે ઓળખવામાં આવે છે.

 

​મુખ્ય લક્ષ્ય: આ ગેંગ પર ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની મહિલાઓ, નાની છોકરીઓ અને બાળકોને પોતાના ગુનાહિત ઇરાદાઓ માટે નિશાન બનાવવાનો ગંભીર આરોપ છે.

 

​મુખ્ય ગુનાઓ અને આરોપો:

​ચાઈલ્ડ ગ્રૂમિંગ: બાળકો અને સગીરોને ફોસલાવીને શારીરિક કે માનસિક શોષણના ઇરાદે વિશ્વાસમાં લેવા.

 

​અશ્લીલ સામગ્રી: સગીર વયના બાળકોને ડિજિટલ માધ્યમો દ્વારા અશ્લીલ સામગ્રી મોકલવી.

(9:24 AM IST)