તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
કૌભાંડોની વણઝાર બાદ ઓસ્ટ્રેલિયામાં એકાઉન્ટિંગની "બિગ ફોર કંપની"ઓ પર આકરી તવાઈ: ડેલૉઇટ ઈવાય પીડબલ્યુસી અને કેપીએમજીના ભાગલા પાડવા સુધીની વિચારણા: તાજેતરમાં થયેલા અનેક કૌભાંડો બાદ સરકારે ઓડિટ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા કડક નિયમો લાવવા નિર્દેશ આપ્યો છે

સઈદની: ઓસ્ટ્રેલિયા સરકારે ડેલૉઇટ ઈવાય પીડબલ્યુસી અને કેપીએમજી જેવી ચાર મોટી એકાઉન્ટિંગ કંપનીઓ પર નજર કડક કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં થયેલા અનેક કૌભાંડો બાદ સરકારે ઓડિટ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા કડક નિયમો લાવવા નિર્દેશ આપ્યો છે.
કેપીએમજીના કર્મચારીઓ પર કોન્ટ્રાક્ટ મેળવવા ગોપનીય માહિતીનો દુરુપયોગ કરવાનો આરોપ છે. વર્ષ ૨૦૨૩માં પીડબલ્યુસીએ ટેક્સ પોલિસીની માહિતી લીક કરી હતી જ્યારે ઈવાયના બે કર્મચારીઓને વડાપ્રધાનની અંગત બેંકિંગ વિગતો જોવા બદલ જૂન મહિનામાં કાઢી મુકાયા હતા.
ડેલૉઇટ સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ખોટો રિપોર્ટ બનાવવા બદલ કાર્યવાહી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા સરકાર આ ચારેય મોટી કંપનીઓના ભાગલા પાડવાના વિકલ્પ પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. વ્હિસલબ્લોઅરની ફરિયાદોના આધારે કમિશન વધુ તપાસ ચલાવી રહ્યું છે. *
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
