<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ઓગસ્‍ટ મહિનામાં IPOમાં સરેરાશ લિસ્‍ટિંગ ગેઇન ૩૬ ટકા

એક મહિનામાં આશરે રૂા.૪૦,૦૦૦ કરોડથી વધુ મૂલ્‍યના ૧૩-૧૪ IPO આવ્‍યા સમગ્ર વર્ષના ૫૫-૬૦ ટકા રકમ એકત્ર કરી : ચાલુ વર્ષમાં અત્‍યાર સુધીમાં લોન્‍ચ થયેલા તમામ IPOનો સરેરાશ લિસ્‍ટિંગ ગેઇન માત્ર ૧૧%

નવી દિલ્‍હી તા.૨૨: દેશમાં પ્રાઈમરી માર્કેટમાં અર્થાત્‌ આઈપીઓ માર્કેટમાં રોકાણકારોની રુચિ સતત વધી રહી છે. ઈક્‍વિરસ કેપિટલના જણાવ્‍યા અનુસાર, ઓગસ્‍ટમાં લોન્‍ચ થયેલા IPOમાં સરેરાશ લિસ્‍ટિંગ ગેઈન વધીને ૩૬% થયો છે. કંપનીઓએ ઇશ્‍યૂ પ્રાઇસ વધુ આકર્ષક રાખતા અને રોકાણકારોને વધુ સલામતી લાગતા વધુ મજબૂત લિસ્‍ટિંગ ગેઇન જોવા મળ્‍યો હતો.

ઈક્‍વિરસના મેનેજિગ ડિરેક્‍ટર અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બેન્‍કિંગના વડા ભાવેશ શાહના જણાવ્‍યા અનુસાર ઈશ્‍યૂ પ્રાઈસ નક્કી કરવામાં ઘણીવાર કંપની થાપ ખાઈ જતી છે. રોકાણકારો માટે માર્જિન ઓફ સેફટી હોય તો તેમાં ચોક્કસ આકર્ષણ જોવા મળે છે. છેલ્‍લાં કેટલાક મહિનામાં આ સુધારો ખાસ કરીને જોવા મળ્‍યો છે. જુલાઈ અને ઓગસ્‍ટ દરમિયાન લોન્‍ચ થયેલા IPOમાં સરેરાશ આશરે ૨૫% લિસ્‍ટિંગ ગેઇન થયો છે, જ્‍યારે ચાલુ વર્ષમાં અત્‍યાર સુધીમાં લોન્‍ચ થયેલા તમામ IPOનો સરેરાશ લિસ્‍ટિંગ ગેઇન માત્ર ૧૧% રહ્યો છે.

કોટક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ બેન્‍કિંગના મેનેજિગ ડિરેક્‍ટર અને ઇક્‍વિટી કેપિટલ માર્કેટ્‍સના વડા કૌશલ શાહે જણાવ્‍યું હતું કે માત્ર છેલ્‍લાં એક મહિનામાં આશરે ૪૦,૦૦૦ કરોડથી વધુ મૂલ્‍યના ૧૩-૧૪ આઈપીઓ આવ્‍યા છે. આ સંખ્‍યા ચાલુ કેલેન્‍ડર વર્ષમાં અત્‍યાર સુધીમાં લોન્‍ચ થયેલા તમામ આઈપીઓના આશરે ૫૫ -૬૦% જેટલી રકમ દર્શાવે છે, જેઆઈપીઓ પ્રવૃત્તિમાં આવેલો તીવ્ર ઉછાળો દર્શાવે છે. તેમણે મજબૂત માંગ પાછળ અનેક પરિબળો જવાબદાર હોવાનું જણાવ્‍યું હતું. તેમાં પヘમિ એશિયાના સંકટ અંગેની ચિતાઓમાં ઘટાડો, કોર્પોરેટ અર્નિગ્‍સ અને ચોમાસાનો સમાવેશ થાય છે. તેમણે અલગ પ્રકારના બિઝનેસ અને મેન્‍યુફેક્‍ચરિગ કંપનીઓને પણ રોકાણકારો માટે મુખ્‍ય આકર્ષણ ગણાવ્‍યા હતા. કૌશલ શાહે જણાવ્‍યું હતું કે ખાસ કરીને મેન્‍યુફેક્‍ચરિગ ક્ષેત્ર માટે નોંધપાત્ર અનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે.

આઈપીઓ માર્કેટને મળી રહેલા મજબૂત પ્રતિસાદથી વધુ કંપનીઓ, જેમાં કેટલીક મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, બજારમાં આવવા માટે પ્રોત્‍સાહિત થઈ શકે છે. ભાવેશ શાહે જણાવ્‍યું હતું કે ઓગસ્‍ટ સુધીમાં ભારતે આઈપીઓ મારફતે લગભગ ૭ અબજડોલર ઊભા કરી લીધા છે, જ્‍યારે સમગ્ર વર્ષ માટે તેમની અપેક્ષા આશરે ૨૦ અબજ ડોલરની છે.

જિયો અને નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) સહિત અનેક મોટા આઈપીઓ પાઈપલાઈનમાં હોવાથી તેઓ IPO માર્કેટમાં મજબૂત મોમેન્‍ટમ આગામી સમયમાં પણ જળવાઈ રહેશે. જોકે તેમણે ચોક્કસ સમયગાળા અંગે કોઈ ટિપ્‍પણી કરી નહોતી.

બેન્‍કર્સનું માનવું છે કે રોકાણકારો ખોટ કરી રહેલી ન્‍યૂ જનરેશન ટેક્રોલોજી કંપનીઓનો મૂળભૂત ગ્રોથનો લ્લષ્ટિકોણ મજબૂત હોય તો આવી કંપનીઓમાં પણ રોકાણ કરવા આતુર છે.

(9:51 AM IST)