તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ઇરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવોઃ ભારતે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી રાજદ્વારી હલચલ વચ્ચે ભારત સરકારે બુધવારે નાગરિકો માટે એક નવી અને મહત્વની ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.
સરકારે ભારતીય નાગરિકોને હાલના તબક્કે ઈરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે સ્પષ્ટ સલાહ આપી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, ભલે ત્યાં સુરક્ષાની સ્થિતિમાં થોડો સુધારો થતો જોવા મળી રહ્યો છે, તેમ છતાં સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે. દૂતાવાસ ત્યાંની દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે ઈરાનમાં હાલમાં રહી રહેલા અથવા કોઈ ખાસ કારણોસર ત્યાંનો પ્રવાસ કરનારા ભારતીયો માટે હાઈ-સિકયોરિટી એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ, અત્યારે ઈરાનમાં હાજર તમામ ભારતીયો અને ત્યાં પહોંચનારા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ વહેલામાં વહેલી તકે તેહરાનમાં ભારતીય દૂતાવાસ પાસે પોતાની સંપૂર્ણ માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવી લે, જેથી કટોકટીના સમયે તેમનો સંપર્ક કરી શકાય.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
