<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

અયોધ્‍યાઃ ૫૬ ઘાટો પર ૩૦ લાખ દીવા પ્રગટાવી બનાવાશે નવો રેકોર્ડ

અયોધ્‍યામાં ૧૦મા દીપોત્‍સવની ભવ્‍ય તૈયારીઓ

અયોધ્‍યા તા.૨૩: અયોધ્‍યામાં ૧૦મા દીપોત્‍સવની ભવ્‍ય તૈયારીઓઃ ૫૬ ઘાટો પર ૩૦ લાખ દીવા પ્રગટાવી બનાવાશે નવો રેકોર્ડ. અયોધ્‍યા નગરી ફરી એકવાર અદ્ભુત અને અલૌકિક દીપોત્‍સવની ઉજવણી માટે સજ્જ થઈ રહી છે. ભગવાન શ્રીરામની નગરીમાં આ વર્ષે ૧૦મા દીપોત્‍સવનું આયોજન અત્‍યંત ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે, જેમાં સરયુ નદીના કિનારે આવેલા કુલ ૫૬ ઘાટો પર ૩૦ લાખથી વધુ દીવા પ્રગટાવવાનો મહત્‍વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. સમગ્ર અયોધ્‍યા શહેરને રોશનીથી ઝળહળતું કરવા માટે વહીવટીતંત્ર અને અવધ યુનિવર્સિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

અયોધ્‍યા નગરી ફરી એકવાર અદ્ભુત અને અલૌકિક દીપોત્‍સવની ઉજવણી માટે સજ્જ થઈ રહી છે. ભગવાન શ્રીરામની નગરીમાં આ વર્ષે ૧૦મા દીપોત્‍સવનું આયોજન અત્‍યંત ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે, જેમાં સરયુ નદીના કિનારે આવેલા કુલ ૫૬ ઘાટો પર ૩૦ લાખથી વધુ દીવા પ્રગટાવવાનો મહત્‍વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. સમગ્ર અયોધ્‍યા શહેરને રોશનીથી ઝળહળતું કરવા માટે વહીવટીતંત્ર અને અવધ યુનિવર્સિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઘાટોની સફાઈ પૂર્ણ થયા બાદ હવે દીવાઓની ચોક્કસ ગોઠવણી માટે માર્કિગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

કાર્યક્રમની વિગતો આપતાં નોડલ ઓફિસર સંત શરણ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, ૩૦ લાખ દીવા પ્રગટાવવાના મુખ્‍ય લક્ષ્યાંકને પહોંચી વળવા માટે કુલ ૩૩ લાખ દીવાઓનો ઓર્ડર આપવામાં આવ્‍યો છે. પરિવહન કે ગોઠવણી દરમિયાન જો કેટલાક દીવાઓ ક્ષતિગ્રસ્‍ત થાય, તો પણ મુખ્‍ય લક્ષ્યમાં કોઈ બાધા ન આવે તે માટે આ આગોતરું આયોજન કરાયું છે. આ ભવ્‍ય મહોત્‍સવના શુભારંભ તરીકે શુક્રવારે સવારે ૭:૩૦ વાગ્‍યે સરયુ કિનારે આવેલા ઘાટ નંબર ૧૦ પર વૈદિક મંત્રોચ્‍ચાર સાથે વિશેષ ભૂમિ પૂજન યોજાશે, જે અવધ યુનિવર્સિટીના કુલપતિ ડો. બિજેન્‍દ્ર સિહની વર્ચસ્‍વપૂર્ણ ઉપસ્‍થિતિમાં સંપન્ન થશે.

આ વર્ષે દીપોત્‍સવનો વ્‍યાપ વધારીને ૫૬ ઘાટો સુધી લંબાવવામાં આવ્‍યો છે, જેમાં વિશાળ રામ કી પૈડી, ચૌધરી ચરણ સિહ ઘાટ અને ભજન સંધ્‍યા સ્‍થળનો ખાસ સમાવેશ થાય છે. અગાઉના વર્ષોમાં આ કાર્યક્રમ ૫૫ ઘાટો સુધી સીમિત હતો. દીવાઓની ગોઠવણ સુચારૂ અને આકર્ષક રહે તે હેતુથી સમગ્ર ઘાટ વિસ્‍તારને ૪ ચોરસ ફૂટના બ્‍લોક્‍સમાં વિભાજિત કરવામાં આવી રહ્યો છે. આ માર્કિગનું કામ આગામી ૩ થી ૪ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ મહા-આયોજનને સફળ બનાવવા માટે અવધ યુનિવર્સિટી તથા સ્‍થાનિક કોલેજોમાંથી અંદાજે ૩૫૦૦૦ સ્‍વયંસેવકોને મેદાનમાં ઉતારવામાં આવશે. તમામ સ્‍વયંસેવકોને તેમની નિર્ધારિત જવાબદારીઓ માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. સુરક્ષા અને વ્‍યવસ્‍થા જાળવવા માટે દરેક સ્‍વયંસેવકને QR કોડ ધરાવતું ખાસ ઓળખપત્ર અપાશે, જેમાં તેમની તમામ વ્‍યક્‍તિગત વિગતો અને સોંપાયેલ ઘાટની માહિતી સંગ્રહિત રહેશે.

(10:10 AM IST)