<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અયોધ્યામાં શ્રી રામ મંદિર દાન કૌભાંડ મામલો: તમામ ૮ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧૪ દિવસનો વધારો, ૨૭ જુલાઈએ ફરી કોર્ટમાં હાજર કરાશે

​દાનની રકમમાં કથિત ગેરરીતિ બદલ જેલ હવાલે રહેલા આરોપીઓને વધુ બે અઠવાડિયા સુધી જેલમાં જ રહેવું પડશે: જિલ્લા અદાલતનો મહત્વનો નિર્ણય

​અયોધ્યા:​શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિઓ મામલે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં અયોધ્યાની કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા તમામ ૮ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થતા તેમને આજે ફરી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પ્રતિભા નારાયણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે અદાલતે તમામ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડીમાં વધુ ૧૪ દિવસનો વધારો કરવાનો હુકમ કર્યો છે.

​ન્યાયમૂર્તિ પ્રતિભા નારાયણે આ આદેશ સાથે સ્પષ્ટ સૂચના આપી છે કે, તમામ આરોપીઓને આગામી ૨૭ જુલાઈના રોજ ફરીથી અદાલત સમક્ષ હાજર કરવામાં આવે. આ કેસમાં કૌભાંડ અને નાણાકીય અનિયમિતતાના ગંભીર આક્ષેપોને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને કાયદાકીય એજન્સીઓ અત્યંત સતર્ક છે. આરોપીઓને ફરી ૧૪ દિવસ માટે જેલ મોકલી દેવામાં આવતા હવે આ પ્રકરણમાં આગામી સુનાવણી ૨૭ જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.

(11:17 PM IST)