News of Monday, 29th June 2026
બહેરીન પર ઈરાનનો સંખ્યાબંધ વન-વે ડ્રોન હુમલો
હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલાનો બદલો લેવા અમેરિકી દળો પર નિશાન સાધ્યાની આશંકા

દુબઇ : આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, બહેરીન સામ્રાજ્યએ શનિવારે વહેલી સવારે પોતાના પ્રદેશ પર થયેલા ઈરાની હુમલાની જાહેરાત કરી છે અને તેની કડક નિદા કરી છે.
આ હુમલામાં બહેરીનના ક્ષેત્રને નિશાન બનાવવા માટે અનેક ‘વન-વે એટેક ડ્રોન' (એકતરફી અથવા આત્મઘાતી ડ્રોન) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હુમલો બહેરીનમાં સ્થિત અમેરિકી દળો વિરુદ્ધ કરવામાં આવ્યો છે. ગઈકાલે હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) પર અમેરિકા દ્વારા થયેલા હુમલાના બદલાના ભાગરૂપે ઈરાન દ્વારા આ વળતો પ્રહાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
