News of Tuesday, 28th April 2026
ભવિષ્યમાં ગુના થવાની આશંકા માત્રથી જામીન રદ થઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,તા.૨૮: ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ની જોગવાઈ અંતર્ગત જામીન રદ કરવા સંદર્ભે મહત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, BNSSની કલમ ૪૮૯ (૩) અન્વયે જામીનની શરતો લાગુ ન પડતી હોય તો જામીન પર છૂટ્યા બાદ આરોપી ગુના કરશે તેવી આશંકા માત્રથી જામીન રદ કરી શકાય નહીં. એક્સાઈઝ કેસમાં અગાઉ મળેલા જામીનને મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ ઠેરવતા નારાયણ તરફથી અરજી થઈ હતી. જાસ્ટિસ જે કે મહેશ્વરી અને અતુલ એસ ચંદુરકારની બેન્ચે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી. દેવાસ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એમ પી એક્સાઈઝ એક્ટ, ૧૯૧૫ની કલમ ૩૪(૨) અન્વયે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નવેમ્બર, ૨૦૨૪માં આરોપીને જિલ્લા કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે જામીન રદ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, સાત વર્ષ અથવા તેથી વધુ સજાની જોગવાઈ ધરાવતા કેસમાં જ જામીન માટે આકરી શરતો લાદવાની જરૂર હોય છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
