News of Friday, 20th November 2026
ખાનગી વાહનો પર જાતિવાચક શબ્દો-સંકેતો-ચિન્હો પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ
હવેથી ટુ વ્હીલર-થ્રી વ્હીલર કે બસ-ટ્રક સહિત તમામ વાહનો પર ધર્મ કે નામ કે આકૃતિ કે લખાણ લખાવ્યું હોય તો કાઢી નાખજો : ગુજરાત સરકારે મોટર વાહન નિયમોમાં મહત્વનો સુધારો કર્યોઃ નિયમો જાહેર કરાયા

અમદાવાદ,તા.૨૦: ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિホો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હવે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો જાતિ દર્શાવતા (પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય, ઠાકોર, ભરવાડ વગેરે) સંકેતો કે લખાણ હવે વાહન પર લખી શકાશે નહીં. આ માટે ગુજરાત સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગત ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, ૨૦૨૬' જાહેર કર્યા છે. આ સુધારા હેઠળ નિયમ ૧૨૫ના પેટાનિયમ (૧)માં No advertising device, figure શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure' શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમ ૧૩૮માં પેટાનિયમ (૨) પછી નવો પેટાનિયમ (૩) ઉમેરવામાં આવ્યો છે.
આજકાલ વાહનો પર લોકો પોતાની જાતિ, ધર્મ સહિતના બીજા લખાણો લખતાં હોય છે અને વટથી એન્ટ્રી લેતાં હોય છે પરંતુ હવેથી લોકોએ આ કામ બંધ કરી દેવાની જરુર છે કારણ કે સરકારે તેની સામે એક્શન લીધું છે.ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિホો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હવે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ માટે ગુજરાત સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.
ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખીને કે ચિホો લગાવીને પોતાની જ્ઞાતિનું પ્રદર્શન કરનારાઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રાજ્ય સરકારે વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન રોકવા મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, ૨૦૨૬' જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, બસ હોય કે ટ્રક, કોઈપણ ખાનગી વાહન પર જાતિ દર્શાવતા શબ્દો, સંકેતો, ચિホો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. એટલે કે વાહનો પાછળ કે આગળ જ્ઞાતિનું નામ લખાવીને રોફ જમાવવાની પ્રવૃત્તિ પર હવે કાયદાકીય લગામ કસવામાં આવી છે.
આ માટે સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ના નિયમ ૧૨૫ અને નિયમ ૧૩૮માં સુધારો કર્યો છે. ખાસ કરીને નિયમ ૧૩૮માં નવો પેટાનિયમ ઉમેરી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની સામાન્ય અથવા વિશેષ મંજૂરીથી અપાયેલા અપવાદ સિવાય ખાનગી વાહનો પર જાહેરાતનાં ઉપકરણો, જાતિ દર્શાવતા ચિホો, આકૃતિઓ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.
અત્યાર સુધી અનેક વાહનો પર જ્ઞાતિનાં નામ, જાતિગત ઓળખ દર્શાવતા શબ્દો અને વિવિધ સંકેતો લખાવીને રસ્તા પર પોતાની ઓળખનું પ્રદર્શન કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકારના નવા સુધારા બાદ આવી પ્રવૃત્તિઓને નિયમન હેઠળ લાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ જોગવાઈ માત્ર કાર કે બાઈક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તમામ પ્રકારનાં ખાનગી વાહનોને લાગુ પડે છે.
ઉલ્લેખનીય છે કે આ નિયમોના મુસદ્દા અગાઉ ૧૧ જૂન, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરી નાગરિકો પાસેથી ૩૦ દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ વાંધો કે સૂચન ન મળતાં સરકારે હવે અંતિમ નિયમો જાહેર કર્યા છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
