<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

બનાસ ડેરીની ગતિ સાથે પ્રગતિ : શંકર ચૌધરીને ‘સહકારિતા શિરોમણિ' એવોર્ડ

 

રાજકોટ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી બનાસ ડેરીએ પ્રગતિની હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા ડેરી મહત્‍વનું યોગદાન આપી રહી છે. પશુપાલનની આવકમાં તોતીંગ વધારો થયો છે. ડેરીની સર્વોતમ કામગીરીને ધ્‍યાને લઇને જાણીતી સહકારી સંસ્‍થા ક્રિભકો દ્વારા નવી દિલ્‍હી ખાતે ડેરીના ચેરમેનશ્રી શંકર ચૌધરીને ‘સહકારિતા શિરોમણિ' પુરસ્‍કાર આપવામાં આવેલ તેમણે આ સન્‍માન પશુપાલકો, મહિલાઓ અને સૌ સહયોગીઓને સમર્પિત કર્યુ છે.

 

(2:27 PM IST)