News of Monday, 14th September 2026
સમગ્ર દેશમાં કમાણી અને બચતના મામલે બેન્ગલોર મોખરે
બેન્ગલોરના લોકો કલકત્તા કરતાં ૧.૭ ગણું વધુ કમાય છે : કુલ કમાણી અને ખર્ચમાં સૌથી મોટું માર્કેટ દિલ્હી-NCR, જ્યારે ચેન્નઈના લોકો પર સૌથી વધુ દેવું

નવી દિલ્હી તા.૧૪: ‘ધ મેની અર્બન ઇન્ડિયાઝ' નામના ૧૦૦ શહેરોના એક અભ્યાસમાં ભારતીય શહેરોની કમાણી, ખર્ચ અને બચત વિશે રસપ્રદ આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ મુજબ દેશનાં ૬ મોટાં મેટ્રો શહેરોમાં બેન્ગલોર સરેરાશ કમાણી અને બચત એમ બન્નેમાં મોખરે છે. બેન્ગલોરના લોકો કલકત્તા કરતાં ૧.૭ ગણું વધુ કમાય છે. જોકે સૌથી વધુ અમીર પરિવારો મુંબઈ અને દિલ્હી-નેશનલ કેપિટલ રીજન (NCR)માં છે. કમાણી મામલે ચંડીગઢ અને વડોદરા પણ આગળ છે અને તેઓ ખર્ચ મામલે પણ આગળ છે.
૧૦૦ શહેરો સરેરાશ પોતાની કમાણીના ૭૫ ટકા રકમ ખર્ચે છે. દિલ્હી-NCRમાં ૭૫ લાખ પરિવારો છે જે વાર્ષિક ૧૫ લાખ રૂપિયા ખર્ચે છે આથી એ દેશનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. જોકે આવકની ટકાવારીની લ્લષ્ટિએ ચેન્નઈના લોકો સૌથી વધુ ૧૨.૭ લાખ રૂપિયા ખર્ચે છે. પરિવારદીઠ ખર્ચમાં ચંડીગઢ દેશમાં પ્રથમ છે, જ્યારે સુરત અને વડોદરા બેન્ગલોર કરતાં પણ આગળ છે.
બચત મામલે ૬ મેટ્રો શહેરો ૪૨ ટકા રકમ બચાવે છે, જેમાં બેન્ગલોર ટોચ પર છે. મુંબઈ અને દિલ્હી-ફઘ્ય્ શહેરી ભારતની કુલ બચતમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. લોન મામલે ચેન્નઈનો રેશિયો સૌથી વધુ ૨૭.૭ ટકા છે, જ્યારે હૈદરાબાદ પર સૌથી ઓછું (માત્ર ૩ લાખ રૂપિયાનું) દેવું છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
