તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
બાંગ્લાદેશમાં ઓરીનો કહેર બેકાબૂ બન્યો: વધુ ૭ ભૂલકાઓના મોત: કુલ મૃત્યુઆંક ૩૨૪ પર પહોંચ્યો
બાંગ્લાદેશની હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો: ૨૪ કલાકમાં ૧૦૦૦થી વધુ દાખલ: ટેસ્ટિંગ કીટની ભારે અછત

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઓરીની બીમારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલયના તાજેતરના આંકડા મુજબ આ જીવલેણ બીમારીના કારણે વધુ સાત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે.
છેલ્લા ૫૨ દિવસના ટૂંકા ગાળામાં જ ઓરી અને તેના જેવા ગંભીર લક્ષણોને કારણે કુલ ૩૨૪ બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આંતરરાષ્ટ્રીય મેડિકલ નિષ્ણાતો પણ આ ગંભીર મહામારી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.*
ઓરીના રાષ્ટ્રીય સંકટ વચ્ચે બાંગ્લાદેશની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ચરમરાઈ ગઈ છે. માત્ર છેલ્લા ૨૪ કલાકમાં જ દેશભરની હોસ્પિટલોમાં ઓરીના લક્ષણો ધરાવતા ૧૦૦૦થી વધુ બાળકોને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
દર્દીઓના આટલા મોટા ધસારાને કારણે તબીબી સુવિધાઓ ઓછી પડી રહી છે. સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે દેશમાં ફરી એકવાર ઓરીના નિદાન માટે જરૂરી ટેસ્ટિંગ કીટની ભારે અછત ઊભી થઈ છે, જેના કારણે સચોટ સારવાર આપવામાં મોટો અવરોધ આવી રહ્યો છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
