તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
બાંગ્લાદેશમાં મુસ્લિમોએ ધમકી આપી ભગવાન રામની મૂર્તિનું નિર્માણ અટકાવ્યું
કટ્ટરવાદી ઉપદેશકે વિસ્તારની શાંતિ ડહોળાય એવા અનેક નિવેદનો કરતા વિવાદ વકર્યો

ઢાકા,તા.૧૮: પાકિસ્તાન પછી હવે બાંગ્લાદેશમાં પણ હિદુઓની પરેશાનીની ઘટનાઓ વધી ગઈ છે. અહીં લઘુમતિઓએ રોજરોજ હેરાગતિનો સામનો કરવો પડે છે. શેખ હસીના સરકારની વિદાય પછી અહીં આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. અત્યાર સુધી કેટલાય હિદુઓએ જીવ પણ ગુમાવ્યા છે.
તાજેતરના એક બનાવમાં અહીં એક મંદિરમાં ભગવાન શ્રીરામનું મૂર્તિ નિર્માણ હાથ ધરાયું તો કેટલાક કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ એના પર બૂલડોઝર ચલાવવાની ધમકી આપી.
આમ થતાં અહીંના રંગપુર વિસ્તારના પલાશવાડી નામના સ્થળે ભગવાન રામની એક નિર્માણાધીન મૂર્તિનું કામ અટકાવી દેવાયું છે. મંદિર સમિતિએ જણાવ્યું કે કટ્ટરવાદી સંગઠનો તરફથી મૂર્તિને ધ્વસ્ત કરવાની અને હિસા ફેલાવવાની ધમકીઓ મળ્યા પછી શાંતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. તંગદિલીભરી પરિસ્થિતિ જોઈને મંદિર સમિતિના એક સભ્યે પત્રકારોને બોલાવીને આ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે ‘‘અમે સમાજ અને દેશના હિતને બોનમાં રાખીને ભગવાન રામમૂર્તિના નિર્માણનું કામ હાલમાં અટકાવી રહ્યા છીએ. સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અમે આ કામને અટકાવ્યું છે. ભવિષ્યમાં જરૂર પડ્યે, અમે બધાને બોલાવીશું, એમને સૂચનો માગીશું અને & એ પછી જ ફરીથી કામ શરૂ કરીશું.''
ઈન્સાફ કાયમકારી છાત્ર શ્રમિક જનતા નામના કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા એક ઉપદેશકે આ નિર્માણાધીન મૂર્તિના મુદ્દે જાહેરમાં ધમકી આપતા આ વિવાદ શરૂ થય
સોશ્યલ મીડિયા પર જોવા મળેલા નિવેદનો મુજબ, ઉપરોક્ત ઉપદેશકે જણાવ્યું હતું કે પલાશવાડી ખાતે બની રહેલાં ભગવાનશ્રીરામની મૂર્તિ પર બૂલડોઝર ફેરવવું જોઈએ.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
