હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને ભારતમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં આવવાનો કર્યો ઇનકાર: નવેમ્બર-ડિસેમ્બરમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે નવી દિલ્હી પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતા!
બ્રિક્સ બેઠક ટાળવા છતાં ભારત સાથેના સંબંધો સુધારવા રહેમાન ઉત્સુક; શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં નક્કર પરિણામો મેળવવા બાંગ્લાદેશી પીએમનો માસ્ટરપ્લાન

નવી દિલ્હી, તા.10: ભારતમાં યોજાનારી આગામી બ્રિક્સ (BRICS) સમિટને લઈને ડિપ્લોમેટિક ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારતમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ભારત સરકારે બાંગ્લાદેશના પીએમને ખાસ આમંત્રણ પાઠવ્યું હોવા છતાં તેઓ આ સમિટમાં ભાગ લેવા દિલ્હી નહીં આવે. જોકે, ડિપ્લોમેટિક વર્તુળો અને ન્યૂઝ18ના અહેવાલો મુજબ, તારિક રહેમાન આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિના સુધીમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે ખાસ નવી દિલ્હીની મુલાકાતે આવી શકે છે.
ભારત મુલાકાત પાછળનો હેતુ અને દ્વિપક્ષીય સંબંધો
બાંગ્લાદેશના પીએમ કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તારિક રહેમાન ભારતની મુલાકાતે આવવા માટે ખૂબ જ ઉત્સુક છે. પરંતુ તેઓ માત્ર એક મલ્ટીલેટરલ સમિટના ભાગરૂપે આવવાને બદલે એવી દ્વિપક્ષીય બેઠક યોજવા માંગે છે, જેમાંથી બાંગ્લાદેશના નાગરિકો માટે નક્કર અને સકારાત્મક પરિણામો મેળવી શકાય. શેખ હસીનાના તખ્તાપલટ અને યુનુસ વહીવટ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોમાં વ્યાપક તણાવ જોવા મળ્યો હતો. પરંતુ તારિક રહેમાને સત્તા સંભાળ્યા બાદ ભારતે પણ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ૧૯૭૧થી ચાલી આવતા સંબંધોને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ ભારત જેવા મહત્વપૂર્ણ પાડોશી દેશને બાજુ પર રાખવા માંગતું નથી.
શેખ હસીનાનું પ્રત્યાર્પણ સૌથી મોટો પથ્થર
બંને દેશો વચ્ચેના સંબંધોમાં અત્યારે સૌથી મોટો અવરોધ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું ભારતમાં આશ્રય છે. હસીનાના કાર્યકાળ દરમિયાન બીએનપી (BNP) નેતાઓ અને ખાલિદા ઝિયા પર થયેલા કડક પગલાં તથા તારિક રહેમાનને દેશવટો ભોગવવો પડ્યો હોવાથી, રહેમાન સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ લાવવા અને તેમના કાર્યો માટે સજા અપાવવા આતુર છે. બાંગ્લાદેશ સરકાર સતત ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે.
તારિક રહેમાનના નજીકના સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં જે પણ ભારત વિરોધી માનસિકતા ઊભી થઈ છે તેના માટે અવામી લીગ જવાબદાર છે, BNP નહીં. હાલમાં તારિક રહેમાન સરકાર ભારત સાથે જૂના મતભેદો ભૂલીને સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઈચ્છે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
