તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
બેંક કર્મચારીઓની હડતાળ ટળી ! મધરાતે બેઠક બાદ લેવાયો નિર્ણય
IBAએ દર મહિને ૨ વધુ શનિવારે રજા આપવાની માગ પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું

નવી દિલ્હી તા.૨૮: સરકારી બેંકોના કર્મચારી સંગઠનોએ આજથી શરૂ થનારી ૩ દિવસની હડતાળ ટાળી દીધી છે. આ નિર્ણય ૨૭ સપ્ટેમ્બરની રાત્રે ૯.૩૦ વાગ્યે બેંક કર્મચારી સંગઠનો અને ઇન્ડિયન બેંકિગ એસોસિએશન વચ્ચે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે આ બેઠકમાં દર મહિને ૨ વધુ શનિવારે રજા જાહેર કરવા અંગે કેટલીક સહમતિ બની છે. ત્ગ્ખ્એ આ મુદ્દે વિચાર કરવા માટે એક સમિતિ બનાવવાનું આશ્વાસન આપ્યું છે. આ પહેલાં અઠવાડિયામાં ૫ દિવસ કામની માગને લઈને દેશની તમામ સરકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ડિયન બેંકિંગ એસોસિએશન એટલે કે IBA અને યુનાઇટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયન વચ્ચે ૨૭ સપ્ટેમ્બરની રાત્રે લાંબા સમય સુધી ચર્ચા ચાલી અને અંતે ૨૮ સપ્ટેમ્બરથી પ્રસ્તાવિત દેશવ્યાપી હડતાળને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. IBAએ કહ્યું છે કે તે દર મહિને ૨ વધારાના શનિવારે પણ રજા જાહેર કરવાની માગ પર વિચાર કરવા માટે ટૂંક સમયમાં ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવશે.
બેઠકમાં થયેલી વાતચીત પર સહમતિ બને તો બેંક કર્મચારીઓને દર મહિને ૨ વધારાની રજા તો મળશે જ, પરંતુ લેવલ ૪થી ઉપરના કર્મચારીઓને PLI ની રકમ પણ વધુ મળશે. સરકારે નવી PLI વ્યવસ્થા હજુ લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓએ તેનો પણ વિરોધ કર્યો હતો. બેઠકમાં એ વાત પર સહમતિ બની કે કર્મચારીઓની માગ પર વિચાર કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે. આ પહેલાં રવિવારે પણ બેંકો ખુલવા પર ઘણા લોકોએ કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
હાલ બેંકોમાં દર મહિને ૪ રવિવારની સાથે ૨ શનિવારે પણ રજા મળે છે, પરંતુ કર્મચારીઓની માગ છે કે બાકીના બંને શનિવારે પણ રજા આપવામાં આવે અને અઠવાડિયામાં ૫ દિવસ કામની વ્યવસ્થા લાગુ કરવામાં આવે. આ જ માગને લઈને હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ૨૮ સપ્ટેમ્બરે હડતાળ શરૂ થાય તે પહેલાં જ કર્મચારી સંગઠનો અને બેંકિગ સંગઠન વચ્ચેની વાતચીતમાં સહમતિ બની ગઈ છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કર્મચારીઓની રજા ૨ દિવસ વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
