<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

જૂન મહિનામાં દેશભરમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે: જો કોઈ મહત્વપૂર્ણ કામ બાકી હોય તો સમયસર પૂર્ણ કરી લેજો

શનિવાર-રવિવારની નિયમિત રજાઓ ઉપરાંત અનેક તહેવારો અને વિશેષ દિવસોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે

જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને સાથે જ આવી ગઈ છે બેંક હોલીડેઝની લાંબી યાદી! જો તમને બેંકમાં કોઈ જરૂરી કામ હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કારણ કે જૂન મહિનામાં દેશભરમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી યાદી મુજબ… શનિવાર-રવિવારની નિયમિત રજાઓ ઉપરાંત અનેક તહેવારો અને વિશેષ દિવસોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

જૂનમાં બીજા અને ચોથા શનિવાર સાથે તમામ રવિવારે બેંક બંધ રહેશે… જ્યારે મહોર્રમ, રાજા સંક્રાંતિ, મહારાણા પ્રતાપ જયંતિ, ગુરુ અર્જુન દેવજી શહીદી દિવસ અને કબીર જયંતિ જેવી રજાઓ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે… આ દિવસોમાં બેંક શાખાઓમાં ચેક ક્લિયરન્સ, કેશ ડિપોઝિટ કે ડીડી જેવા કામ નહીં થઈ શકે. એટલે જો કોઈ મહત્વનું કામ બાકી હોય… તો સમયસર પૂર્ણ કરી લેજો.

જોકે રાહતની વાત એ છે કે… UPI, PhonePe, Google Pay, Paytm, નેટ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે. એટલે… બેંક જતાં પહેલા રજાઓની તારીખો જરૂર ચેક કરી લેજો… નહીં તો “કાલે આવજો” સાંભળવાનો વારો આવી શકે છે!

(8:02 PM IST)