તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સરકાર નહીં, બંધારણ પ્રત્યે વફાદારી રાખોઃ અમલદારોના અતિરેક સામે અલ્હાબાદ હાઇકોર્ટની અત્યંત કડક અને લાલબત્તી સમાન ટકોર

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઇકોર્ટે અમલદારોને તેમની વફાદારી રાજકીય સરકાર કે સત્તાધીશો પ્રત્યે નહીં પરંતુ બંધારણ પ્રત્યે હોવી જોઈએ એવી કડક ટકોર કરી છે. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થી કાર્યકર આકૃતિ ચૌધરી સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કરાયેલી અટકાયત રદ કરતાં અદાલતે વહીવટી સત્તાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી.
અદાલતે જણાવ્યું કે કાયદાનું શાસન કોઈ અસુવિધા નથી અને અધિકારીઓ રાજકીય કારોબારીની ઇચ્છા પ્રમાણે નહીં પરંતુ બંધારણીય ફરજો અનુસાર કાર્ય કરવા બંધાયેલા છે. સત્તાનો ઉપયોગ કોઈ વ્યક્તિને ઉદાહરણરૂપ સજા આપવા કે અસંમતિ દબાવવા માટે કરવામાં આવે તો નાગરિક સ્વતંત્રતા જોખમમાં મુકાય છે.
ચુકાદામાં સત્તાવાર અતિરેકથી રાજ્ય દમનકારી વ્યવસ્થામાં ફેરવાઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી. અદાલતની ટિપ્પણીનો મૂળ સાર એ છે કે વહીવટી નિર્ણય કાયદેસર આધાર, પૂરતા પુરાવા અને યોગ્ય પ્રક્રિયા ઉપર જ આધારિત હોવો જોઈએ. મનસ્વી અટકાયત બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન બની શકે છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
