હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સમજદારી દાખવો, નહીં તો અમે કાર્યવાહી કરશું
કનોટ પ્લેસના તિરંગા માર્ચ વિવાદ પર સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી : આગામી સુનાવણી ર૬-ર૭ ઓકટોબરે : તહેવારોની મોસમમાં વેપારીઓની આજીવિકાને નુકશાન પહોંચાડવા સામે સુપ્રિમ કોર્ટ લાલધુમ

નવી દિલ્હી,તા. ૧૬ : દિલ્હીના પ્રખ્યાત કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક ખાતે ઁકોકરોચ જનતા પાર્ટીઁ દ્વારા આયોજિત તિરંગા માર્ચને લઈને રાજકારણ અને વિવાદો ગરમાયા છે. તહેવારોની મોસમમાં આ પ્રકારના પ્રદર્શનોથી વેપારીઓનો ધંધો-રોજગાર પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે પ્રદર્શન પર તાત્કાલિક વચગાળાનો પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે હાલ પૂરતો CJP ને માર્ચ યોજવાનો માર્ગ મોકળો મળ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે તમામ પક્ષોંને કડક સંદેશ આપતા ટિપ્પણી કરી હતી કે દરેક વ્યક્તિએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિવેકબુદ્ધિથી કામ લેવું જોઈએ. કોર્ટે ખાસ નોંધ્યું હતું કે તહેવારોની આ સિઝન નાના દુકાનદારો માટે ગુજરાન ચલાવવાનો મુખ્ય સમય હોય છે, અને જો પ્રદર્શનના કારણે આજીવિકા કે વ્યાપારી હિતોને નુકસાન પહોંચશે, તો અદાલત પોતાના બંધારણીય અધિકારક્ષેત્ર હેઠળ કડક પગલાં લેતા અચકાશે નહીં.
આ કેસમાં વકીલ જય અનંત દેહદરાયે દલીલ કરી હતી કે NDMC દ્વારા સેન્ટ્રલ પાર્ક બંધ કરી દેવાને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કાર્યવાહી ગેરવાજબી જણાશે તો ન્યાયાલય પાસે પૂરતી સત્તાઓ મોજૂદ છે. હવે આ સમગ્ર વિવાદ પર કોર્ટ દ્વારા આગામી ૨૬ અથવા ૨૭ ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર દેશના વેપારી વર્ગની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
