તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
રક્ષાબંધન પહેલા ટપાલ વિભાગે જાહેર કર્યા નવા નિયમ, સ્પીડ પોસ્ટના દરોમાં કરાયો ફેરફાર
સ્પીડ પોસ્ટ સેવાઓ માટે એક નવું રેટ લિસ્ટ પણ નોટિફાઈ કરવામાં આવ્યું

નવી દિલ્હી તા.૨૮: તહેવારોની સીઝન ખાસ કરીને રક્ષાબંધન પહેલા ભારતીય ટપાલ વિભાગે તેના લાખો ગ્રાહકો માટે સ્પીડ પોસ્ટ (Speed Post) સેવાઓ સાથે સંકળાયેલા નિયમો અને દરોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર વિભાગે હવે સ્પષ્ટ કર્યું છે કે કઈ વસ્તુઓને દસ્તાવેજો ગણવામાં આવે છે અને કઈ પાર્સલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સ્પીડ પોસ્ટ સેવાઓ માટે એક નવું રેટ લિસ્ટ પણ નોટિફાઈ કરવામાં આવ્યું છે. જો તમે વારંવાર પોસ્ટથી પત્રો, સરકારી દસ્તાવેજો અથવા અન્ય વસ્તુઓ પોસ્ટ દ્વારા મોકલો છો તો બુકિગ કરતા પહેલા આ નવા નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે. ચાલો સમજાવીએ કે ઇન્ડિયા પોસ્ટે કઈ જાણકારી આપી છે.
પ્રથમ વખત પોસ્ટ વિભાગે દસ્તાવેજાૅ ની વ્યાખ્યા સૂચિત કરી છે, જેમાં પત્રો, છાપેલ સામગ્રી અને પૂરક વસ્તુઓનો સમાવેશ થશે જેની કોઈ Resale મૂલ્ય નથી. આવી વસ્તુઓ પર ઓછો પોસ્ટે દર લાગશે જ્યારે અન્ય બધી વસ્તુઓ પાર્સલ શ્રેણીમાં આવશે. વિભાગે છૂટક અને જથ્થાબંધ ગ્રાહકો માટે ૨૪-કલાક અને ૪૮-કલાક સ્પીડ પોસ્ટ સેવાઓ માટે દરો પણ સૂચિત કર્યા છે. આ સેવાઓ અનુક્રમે ૨૪ કલાક અને ૪૮ કલાકની અંદર ડિલિવરીનું વચન આપે છે.
સૂચના અનુસાર, બેંકિગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનો, વેલકમ કીટ, પત્રો, પાસબુક, ચેકબુક, બેન્ક સ્ટેટમેન્ટ, પ્લાસ્ટિક કાર્ડ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને દસ્તાવેજો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. તે સિવાય PAN કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ત્ઝ કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજો પણ આ શ્રેણીમાં સમાવવામાં આવશે. ૫૦૦ ગ્રામ સુધીના બિન-વાણિજ્યિક પેકેટો, જેમ કે રાખડીના પરબિડીયાઓ અથવા પેકેટો અને શુભેચ્છા કાર્ડને પણ દસ્તાવેજો ગણવામાં આવશે. સૂચના અનુસાર, નોટ-૧માં બતાવવામાં આવેલા સામાન છોડીને અન્ય તમામ વસ્તુઓને પાર્સલ કેટેગરી હેઠળ મોકલવામાં આવશે.
છૂટક ગ્રાહકો માટે હાલના દરો યથાવત રહે છે, પરંતુ દસ્તાવેજ શ્રેણીમાં બલ્ક બુકિગ માટે નવા દરો સૂચિત કરવામાં આવ્યા છે.
૧ ઓગસ્ટથી ૨૪-કલાકની સ્પીડ પોસ્ટ યોજના હેઠળ છૂટક ગ્રાહકો માટે ચાર્જ વજન અને અંતરના આધારે પ્રતિ પેકેટ રૂા. ૩૮ થી રૂા. ૧૮૬ સુધીનો રહેશે. ૫૦ ગ્રામથી ઓછા વજનવાળા પેકેટ માટે સ્થાનિક પોસ્ટેજ ૩૮ અને દેશભરમાં ૯૪ (પ્લસ GST) રહેશે.
સૂચના અનુસાર, ૫૧-૨૫૦ ગ્રામ માટે પોસ્ટેજ ચાર્જ ૧૧૮-૧૫૪ અને ૨૫૧-૫૦૦ ગ્રામ માટે ૧૪૦-૧૮૬ રૂપિયા પ્રતિ પેકેટ નક્કી કરવામાં આવ્યો છે.
જથ્થાબંધ ગ્રાહકો માટે ૨૪ કલાકની સ્પીડ પોસ્ટ સેવા માટે ચાર્જ ૩૮ થી ૧૦૦ રૂપિયાની વચ્ચે રહેશે અને ૪૮ કલાકની સેવા માટે તે ૪૮ થી ૭૨ રૂપિયાની વચ્ચે રહેશે.
પોસ્ટ વિભાગે જણાવ્યું હતું કે ૪૮ કલાકની સ્પીડ પોસ્ટ સેવા હેઠળ છૂટક ગ્રાહકોએ વજન અને ગંતવ્ય સ્થાનના આધારે પ્રતિ પેકેટ ૬૧ થી ૧૨૧રૂપિયાની વચ્ચે ચૂકવણી કરવી પડશે.
હાલમાં દેશના ફક્ત છ શહેરોમાં ૨૪ સ્પીડ પોસ્ટ અને ૪૮ સ્પીડ પોસ્ટ સેવાઓ ઉપલબ્ધ છેઃ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ.
પોસ્ટલ વિભાગની આ પહેલનો હેતુ સ્પીડ પોસ્ટ સેવાને વધુ આધુનિક, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે. હવે, જ્યારે પણ તમે સ્પીડ પોસ્ટ દ્વારા ટપાલ મોકલો છો ત્યારે ધ્યાનમાં રાખો કે જો પરબિડીયુંમાં કાગળ સિવાયની કોઈ વસ્તુ હશે તો તે પાર્સલ તરીકે બુક કરવામાં આવશે. સાચી માહિતી અને શ્રેણી સાથે બુકિગ કરવાથી તમારી ટપાલ સમયસર અને કોઈપણ વિક્ષેપ વિના તેના ગંતવ્ય સ્થાને પહોંચશે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
