તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પૂ.જલારામબાપાના ધર્મપત્ની પૂ.વીરબાઈમાના પ્રાગટય(જન્મ) સ્થળના પુનઃનિર્માણનો પ્રારંભઃ ભૂમિપૂજન
પૂ.જલારામ બાપાની ગુરૂ ગાદી ભોજલરામ ધામ ફતેપુરના શ્રી ભક્તિરામબાપુ ભાણ સાહેબની જગ્યા કમીજળાના મહંત શ્રી જાનકીદાસ બાપુ,ગઢસીસા જગ્યાના પૂ.ચંદુમા વિરપુર જલારામબાપા પરિવારના શ્રી ભરતભાઈના હસ્તે ભૂમિ પૂજન અને શીલાપૂજન

પ્રથમ તસવીરમાં વીરપુર જલારામ જગ્યાના શ્રી ભરતભાઈ પૂ.શ્રી વીરબાઈમાંના ચિત્રજી સામે નત મસ્તક થયા બીજી તસવીરમાં અકીલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ પણ માના ચરણોમાં શીસ ઝૂકાવ્યું હતું ત્યાર પછીની તસ્વીરમાં શ્રી જાનકીદાસબાપુ, શ્રી ભક્તિરામબાપુ, શ્રી ચંદુમાં, વિરપુર જલારામબાપા પરિવારના શ્રી ભરતભાઈ,અકીલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા એ ભૂમિ પૂજન અને શીલા પૂજન કર્યું તેની છે ત્યારબાદ સંત સભામાં સંતો મહંતો અને પૂર્વ ધારાસભ્ય દ્વારા ઐતિહાસિક ભૂમિનુ મહત્વ સમજાવ્યુ તેની છે ત્યારબાદ વિરપુર જલારામ જગ્યાથી ખાસ પધારેલા શ્રી ભરતભાઈ અને અકીલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા જગ્યા વિશે પ્રાથમિક માહિતી આપતા સ્થાનિક કમિટીના સભ્યો નજરે પડે છે છેલ્લી તસવીરમાં ઉપસ્થિત મહેમાનોને ટ્રસ્ટીઓ અને સ્થાનિક કમિટીના સભ્યો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માનિત કરાયા તેની છે. (તસ્વીરઃ રાજુ માઢક, આટકોટ)
(વિજય વસાણી દ્વારા)આટકોટઃ જસદણ તાલુકાના આટકોટ ખાતે પૂજ્ય શ્રી જલારામબાપાના ધર્મ-પત્ની પૂજ્ય શ્રી વીરબાઈમાના પ્રાગટય(જન્મ)સ્થળે ૩૫ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલ જગ્યાના પુનઃ નિર્માણ પ્રસંગે યોજાયેલ ભૂમિ પૂજન અને શીલા પૂજન સંતો મહંતોના કર કમળો દ્વારા સંપન્ન થયુ હતુ.
આટકોટ ખાતે આવેલ આ ઐતિહાસિક જગ્યા ઉપર ૩૫ વર્ષ પૂર્વે પૂ.શ્રી વીરબાઇમાના જન્મ સ્થળે રામ ધુન અને વીરબાઈમાંને અતિપ્રિય અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સમય જતા આ જગ્યા જર્જરીત થતા મંદિરના ટ્રસ્ટને જયંતિલાલ કેશવજી સોમૈયા અને કાંતિલાલ કેશવજી સોમૈયા પરિવાર દ્વારા થોડી જગ્યા અર્પણ થયા બાદ આજુ-બાજુની જગ્યા ટ્રસ્ટ દ્વારા ખરીદી પૂ.શ્રી વીરબાઈમાની જગ્યાએ દર્શનાર્થે આવતા ભક્તજનોના પ્રવાહને ધ્યાને લઈ જગ્યાનો પુનઃનિર્માણ કાર્યક્રમ તાજેતરમાં આટકોટ ખાતે યોજાયો હતો અત્યંત ધાર્મિક વાતાવરણમાં અને રામધુનની રમઝટ સાથે ગઈકાલે માના જન્મ સ્થળ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી પૂજ્ય માના ભક્તજનોની હાજરીમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે વીરપુરથી પૂજ્ય શ્રી જલારામબાપાના પરિવારમાંથી ખાસ પધારેલા પૂ.શ્રી ભરતભાઈ ચાંદ્રાણી આ ઐતિહાસિક ખાતમુહૂર્ત અને શીલા પુજનમાં જોડાતા મંદિરના ટ્રસ્ટીઓ,સ્થાનિક કમિટીના સભ્યો અને સમગ્ર ગ્રામજનોમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા પણ સામેલ થયા હતા.
સવારે ૧૦:૩૦ વાગ્યે ભૂમિ પૂજન અને શીલા પુજનની વિધિ પૂર્ણ થયા બાદ સંત સભા યોજાઈ હતી જેમાં જાનકીદાસબાપુ, ભક્તિરામબાપુ, ચંદુમા, આત્માનંદ સ્વામી,જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરા સહિતના વક્તાઓએ પૂ. જલારામબાપા અને વીરબાઈમાતાના અનન્ય ઐતિહાસિક પ્રસંગો અને જીવન ઝરમર વિશે પ્રકાશ પાડયો હતો.
સંત સંમેલનના પ્રારંભે મંદિરના ટ્રસ્ટીઓ,સ્થાનિક કમિટીના સભ્યો અને ગ્રામજનો દ્વારા સંતો મહંતો અને મહેમાનોનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટી બીપીનભાઈ જસાણી,ધીરુભાઈ મોણસરા,જગાભાઈ પોપટ, પ્રફુલભાઈ પોપટ, સંજયભાઈ પોપટ સ્થાનિક કમિટીના મનાભાઈ વસંત, રાજુભાઈ વસંત, ધનાભાઈ ખોખરીયા, મેહુલભાઈ ઇંગોરાળાવાળા,જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ હિરપરા,દિલીપ રામાણી, ધુધાભાઈ રાતડીયા,કનુભાઈ ખોખરીયા,સંજયભાઈ સેલીયા,મનુભાઈ પરવાડિયા,રાજુભાઈ ખોખરીયા,અતુલભાઈ ઊંજીયા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે વીરબાઈમાતાનો જે જગ્યા ઉપર જન્મ થયો હતો તે પવિત્ર અને ઐતિહાસિક જગ્યા ઉપર પુનઃનિર્માણ થયા બાદ પૂ. જલારામબાપા અને પૂ.વીરબાઈમાતાનું ચિત્રજી પધરાવવામાં આવશે. આ ઉપરાંત વીરબાઈમાના જન્મ સ્થળની સામે જ પૂ.જલારામબાપા અને પૂ. વીરબાઈમાતા લગ્નગ્રંથિથી જોડાયા હતા તે જગ્યા ઉપર હાલ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે જેમાં બંને ટાઈમ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. પદયાત્રીઓ માટે પણ ભોજન અને રહેવાની સુવિધા મંદિર દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
ગઈકાલે જલારામ જગ્યા વિરપુરથી ખાસ પધારેલા વિરપુર જલારામ બાપા જગ્યા પરિવારના પૂ.શ્રી ભરતભાઈએ આ સમગ્ર જગ્યા જોઈ હતી અને જગ્યાનો ઐતિહાસિક પરિચય જાણી ખૂબ જ ભાવવિભોર થયા હતા.(
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
