તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
બંગાળી હિંદુઓ અને CPM સમર્થકોએ મને ખુલીને મત આપ્યા: ભવાનીપુરમાં જીત બાદ શુભેન્દુ અધિકારીનો દાવો
તમામ બંગાળી હિંદુઓ ઉપરાંત ગુજરાતી, જૈન, મારવાડી, પૂર્વાંચલી અને શીખ સમુદાયના લોકોએ પણ તેમને એકતરફી સમર્થન આપ્યું

ભવાનીપુર બેઠક પર વિજય મેળવ્યા બાદ શુભેન્દુ અધિકારીએ પોતાની જીતનું ગણિત સમજાવતા મતદારોનો આભાર માન્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આ બેઠક પર સીપીએમના 13000 મતોમાંથી અંદાજે 10000 જેટલા મતો તેમને મળ્યા છે, જેના માટે તેમણે ડાબેરી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો
. વધુમાં તેમણે ઉમેર્યું કે, તમામ બંગાળી હિંદુઓ ઉપરાંત ગુજરાતી, જૈન, મારવાડી, પૂર્વાંચલી અને શીખ સમુદાયના લોકોએ પણ તેમને એકતરફી સમર્થન આપ્યું છે. આ વિવિધ સમુદાયોના મતોના ધ્રુવીકરણને કારણે જ તેઓ મમતા બેનર્જીને હરાવવામાં સફળ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ શુભેન્દુ અધિકારીએ મીડિયા સમક્ષ આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે આ જીતને ભ્રષ્ટાચાર સામેની જીત ગણાવતા કહ્યું કે, રાજ્યમાં "ભ્રષ્ટાચારીઓની હાર" થઈ છે. મમતા બેનર્જીને 15,113 મતોથી હરાવીને જાયન્ટ કિલર સાબિત થયેલા શુભેન્દુએ આડકતરી રીતે તૃણમૂલ કોંગ્રેસના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જનતાએ અનૈતિકતાને જાકારો આપ્યો છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
